જસદણમાં વલ્લભાચાયૅજી પ્રાગટય મહોત્સવ

14 April 2018 12:25 PM
Jasdan

યમુનાષ્ટક પાઠ, કિતૅન, સત્સંગ, મહાપ્રસાદ કાયૅક્રમ યોજાયો

Advertisement

(ધમેૅશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૪ શ્રી પુષ્ટીમાગીૅય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીથૅ તરીકે પ્રસિઘ્ધ જસદણના શ્રી ગોવધૅનનાથજીની હવેલીમાં અખંડ ભુમંડલાચાયૅ જગતગુરૂ શ્રી મહાપ્રભુજી(વલ્લભાચાયૅજી)ના પ૪૧માં પ્રાગટય મહોત્સવમાં ધામધુમથી ઉજવણી થઈ હતી. અા પ્રસંગે સવારે ૮ કલાકે મંગળા દશૅન બાદ પુષ્ટિ ઘ્વજવંદન થયું હતું. ૧૧ કલાકે શ્રી ઠાકોરજીને પલનારુનંદ મહોત્સવ સાથે શ્રી મહાપ્રભુજીની વધાઈ કીતૅનીયાઅો દ્વારા ગાવામાં અાવી હતી. ત્યારબાદ મુખ્યાજી ઘનશ્યામભાઈ જોષી દ્વારા શ્રી વલ્લભાચાયૅજીના ચિત્રજીને ધોતીરુઉપરણા ધરાવી તિલક કરવામાં અાવ્યંુ હતું. રાજભોગના દશૅન બાદ મોટી સંખ્યામાં વૈષ્ણવોઅે મહાપ્રસાદ લીધો હતો. સાંજે હવેલીના યમુના મહિલા સત્સંગ મંડળ દ્વારા સવોૅતમ સ્તોત્રના પાઠ, યમુનાષ્ટકના પાઠ, કીતૅન સત્સંગ યોજાયા હતા. ખુબ જ ધામિૅક માહોલમાં વલ્લભાચાયૅ જયંતીની અલૌકિક રીતે હવેલી ખાતે ઉજવણી થઈ હતી. હવેલી ટ્રસ્ટમાં ચાલતા રેવાબેન બાબુલાલ નંદલાલ પટેલ મહાપ્રભુજી પ્રાગટય મહોત્સવ ફંડના ઉપક્રમે અા ઉજવણી થઈ હતી.


Advertisement