રેડ કલરમાં iPhone 8 લોન્ચ શા માટે કરાયો ?

13 April 2018 11:03 PM
Rajkot India Technology
  • રેડ કલરમાં iPhone 8 લોન્ચ શા માટે કરાયો ?
  • રેડ કલરમાં iPhone 8 લોન્ચ શા માટે કરાયો ?
  • રેડ કલરમાં iPhone 8 લોન્ચ શા માટે કરાયો ?
  • રેડ કલરમાં iPhone 8 લોન્ચ શા માટે કરાયો ?

Advertisement

અમેરિકન કંપની Appleએ iPhone 8 અને iPhone 8 Plusની માર્કેટમાં ડિમાન્ડમાં ધ્યાનમાં રાખીને બંને સ્માર્ટફોન્સના રેડ એડિશનને લોન્ચ કરી દીધા છે. iPhone સીરિઝના આ લેટેસ્ટ હેન્ડસેટ નવા લાલ રંની સાથે 64 GB અને 256 GB સ્ટોરેજ વેરિયન્ટ સાથે લોન્ચ થશે.

પરંતુ આ બંને એડિશનની સૌથી સારી વાત એ છે કે, આ રેડ સીરિઝના સ્માર્ટફોનના વેચાણથી થનારા ફાયદાનો એક હિસ્સો RED સંસ્થાને આપવામાં આવશે, જેને એઇડ્સને રોકવા માટે રિસર્ચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રેડ વેરિયન્ટને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ REDને સપોર્ટ કરવાનો છે.

RED એક ઓર્ગેનાઇઝેશન છે, જે આફ્રિકામાં એઇડ્સ સામે સમાજમાં જાગરુકતા ફેલાવે છે અને પીડિત વ્યક્તિઓના ઈલાજ માટે ફંડ એકત્ર કરે છે. કંપનીનું કહેવું છે કે, આ ફોન મે મહિનામાં ભારત સહિત, ચિલી, કોલમ્બિયા અને ઇઝરાયલમાં લોન્ચ થશે, જ્યારે આની સાથે બંને રેડ એડિશન ફોન 13 એપ્રિલથી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, હોંગકોંગ, જાપાન, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, બ્રિટન અને અમેરિકામાં પણ મળશે.


Advertisement