પીઠડીયાના હદપારી શખ્શને પકડી પાડતી વિરપુર (જલારામ) પોલીસ

13 April 2018 09:52 PM
Rajkot Crime Saurashtra
  • 
પીઠડીયાના હદપારી શખ્શને પકડી 
પાડતી વિરપુર (જલારામ) પોલીસ

Advertisement

વીરપુર(જલારામ) પોલીસે ગત મોડી રાત્રીના એક હદપારી શખ્શને પકડી પડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ DGP ગાંધીનગરના કચેરી હુકમ અન્વયે રાખવામાં આવેલ કોમ્બીંગ નાઈટ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અંતરીપ સૂદ, નાયબ પોલીસ અધિક્ષક - જેતપુર વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર જેતપુરની સુચના મુજબ વીરપુર પો.સ્ટે વિસ્તારના નાસતા ફરતા, હદપાર થયેલા તેમજ અન્ય આરોપીઓને પકડી પાડવા ગઈકાલે વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા એએસઆઈ આર.એ.કાછડ તથા જમાદાર આર.આર.સોલંકી તથા જમાદાર ડી.જી.વાધેલા પોલીસ કાફલો વોચમાં હતો.

દરમ્યાન વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીમાં પકડાયેલા ઈસમોને તથા નાસતા ફરતા તેમજ હદપારી થયેલા અને ૨ મહિના જેવો સમય હદ્પારીનો બાકી હોવા છતાં પીઠડીયા ગામે રહેતો જીતેન્દ્ર ઉર્ફે ચીનો સવજીભાઈ મકવાણા ઉ.વ. ૩૭ વાળાને સક્ષમ અધિકારીશ્ની મંજુરી વગર પોતાના રહેણાંક ઘરેથી પકડી લેવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર રાજકોટ સીટી, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ ભાવનગર એમ સાત થી આઠ જીલ્લામાંથી હદપાર હતો.

પોલીસે તેમની સામે GP Act 142 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ કામની આગળની વધુ તપાસ HC આર.આર.સોલંકી ચલાવી રહ્યા છે. વીરપુર જલારામ પોલીસ મથકમાં ચાર્જ સાંભળતાજ ફોજદાર ચૌહાણે ગુનેગારોને પકડી પાડવા હાથ ધરેલી ઝુંબેશ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.Advertisement