કતલખાને જતા ત્રણ ગૌવંશને પોલીસે બચાવ્યા : એક આરોપીને ઝડપી લેવાયો

13 April 2018 04:26 PM
Botad

બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાની બાતમીના આધારે

Advertisement

બોટાદ તા.13
બોટાદના ગૌ રક્ષક સામતભાઈ જેબલિયા કે જેઓ અ.ભા.સર્વ દલિ ગૌ રક્ષા મહા અભિયાન સમિતિ કિશાન મંડળ દિલ્લીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકેની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ સેવા આપે છે. સામતભાઈ જેબલિયાએ તેમના હોદ્દાની રૂએ ગુજરાત ભરના ખૂણે ખૂણેથી ચુનંદા 50,000-/ ગૌ રક્ષકની ભરતી કરી 20,000-/ ઉપરાંત ગૌ વંશને કતલખાને જતા બચાવી. બ્રેક રેકોર્ડ કામગીરી કરી રહ્યા છે. ગઈ કાલે રાત્રે તેમના ગૌ રક્ષક બાતમીદારે સામતભાઈ જેબલીયાના મો.નં-9824390133 ઉપર ફોન કરી જણાવેલ કે ધોળકા તાલુકાના વૌઠા ઝણદ રોડ ઉપરથી મછડા ગેંગ સભ્ય એક કારમાં ગૌ વંશને કતલખાને લઇ જવાના છે.તેથી બોટાદના ગૌ રક્ષક સામતભાઈ જેબલિયાએ તાબડતોબ ત્યાંના સ્થાનિક ગૌ રક્ષક અને ધોળકાના રૂલર પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પી.એસ.આઈ. પાવરા સાહેબ તથા શક્તિસિંહ, મહાવીરસિંહ, રાજેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ અને ગૌ રક્ષકો અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાય ગયેલ.તેથી મોડી રાત્રે કાર નીકળતા ઉભી રખાવવાની કોશિષ કરતા કાર ચાલકે ઉભી નહી રાખતા ઝણદ ગામ તરફ ભાગી છુટેલ.પોલીસે તેનો પીછો કરેલ આગળ જતા કારનું આગળનું ટાયર ફાટી જતા કાર છોડી મછડા ગેંગના સભ્યો અંધારામાં નાસી છુટેલ એક મુખ્ય સુત્રધાર જબ્બે. પોલીસે કારની તપાસ કરતા કારમાં 3 ગૌ વંશ 1 ગાય,1 વાછરડી,1 વાછરડો એમ કુલ 3ગૌ વંશને મોઢેથી અને પગે ક્રૂરતાપૂર્વક દોરડેથી બાંધેલી હાલતમાં મળી આવેલ તેમજ ગાડીમાં તપાસ કરતા ગૌ રક્ષકો કે જીવદયાપ્રેમી ગાડી રોકાવે તો હુમલો કરવા માટે મોટા મોટા પથ્થરો અને અન્ય હથિયારો મળી આવેલ. ગાડીની કિંમત 1,00,000-/ અને 3 ગૌ વંશની કિંમત 17,000-/ મળી કુલ 1,17,000-/નો મુદ્દા માલ જપ્ત કરી કારમાંથી ભાગી છુટેલ મછડા ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ અને પકડાયેલ મુખ્ય આરોપી સતાર મન્સૂરી ની પૂછપરછ કરતા આ ત્રણ ગૌ વંશ અમોએ નળસરોવર વિસ્તારના ઝાપ ગામ પાસે ખેત વિસ્તારમાંથી ઉપાડેલ અને કતલખાને લઇ જતા અને અમારી સાથે બીજા ઈસમો ઈનોવા કારમાં ગૌવંશ ભરી ખંભાત તરફ ભાગી ગયેલ છે,તેથી ખંભાત પોલીસ ને જાણ કરી આગળ ની કાયદેસરનીકાર્યવાહી હાથ ધરેલ. કતલખાને જતા બચાવેલ 3 ગૌ વંશને પાંજરાપોળ ગૌ શાળામાં સુરક્ષિત મૂકી આવેલ. તો આપ જીવદયા પ્રેમીઓને આવા અબોલ પશુઓને કતલ માટે હેરફેર કરતા ઇશમો વિશે માહિતી મળે તો બોટાદના ગૌ રક્ષક સામતભાઈ જેબલિયા મો.નં-9824390133 ઉપર ગમે તે સમયે ફોન કરવો. આપના એક ફોનથી કતલખાને જતા અનેક ગૌ વંશ અબોલ પશુ બચી જશે,અને તેનું પુણ્ય આપ ફોન કરનારને પ્રાપ્ત થશે. ફોન કરનાર ચાહે તો તેમનું નામ,નંબર ગુપ્ત રાખવામાં આવશે. તેમ બોટાદના ગૌ રક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવે છે.


Advertisement