મોરબીના ઘૂટું ગામે ખનીજ ચોરી રોકવા કલેકટરને રજૂઆત

12 April 2018 04:27 PM
Porbandar
  • મોરબીના ઘૂટું ગામે ખનીજ ચોરી રોકવા કલેકટરને રજૂઆત

Advertisement

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે થતી ખનીજ ચોરી રોકવા જીલ્લા કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ તકે રમેશભાઈ રબારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કલેકટરને કહ્યું હતું કે, ધુંટુ ગામમાં સરકારી ખરાબો તથા ગૌચરની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેથી અબોલ જીવને ચરિયાણનો પ્રશ્ન ઉભો થાય છે માટે ઘૂટું ગામે કરવામાં આવતી ખનીજ ચોરીને ડામવામાં આવે તેમજ ખનીજ ચોરી કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ખનીજ ચોરો સામે કોઈ પગલા નહિ લેવાય તો કલેકટર કચેરી સામે આંદોલન કરવાની કોંગી આગેવાન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. (તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement