પોરબંદરના મેર યુવાનને સાઢુભાઈ સહિતના સબંધીઅોઅે ધોકાથી ફટકાયોૅ

12 April 2018 03:50 PM
Porbandar

વ્યવહાર રાખવાનુ કહી પાંચ શખ્સો ધોકારુ પાઈપથી તુટી પડયા : પડધરીના પોૈઢને બાઈક અથડાવવા પ્રશ્રે બાઈક ચાલક અને તેના સાગ્રીતે માર માયોૅ

Advertisement

રાજકોટ તા.૧ર પોરબંદરના બોરીયા ગામે રહેતા મેર યુવાનને 'અમારી સાથે વ્યવહાર રાખ નહી તો હાથ પગ ભાંગી નાખસ : કહી તેના સાઢુભાઈઅે સબંધીઅોઅે ધોકારુપાઈપથી ધોકાવી નાખતા હાથરુપગમાં ઈજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી અાગળની કાયૅવાહી કરી હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર , પોરબંદરના બોરીયા ગામે રહેતો ભરત રામભાઈ મોઢવાડીયા (ઉ.વ.૩૧) નામનો મેર યુવાન તેના ઘર પાસે હતો ત્યારે તેના સાઢુભાઈ રામા અાડેદરા, દક્ષા અાડેદરા, રમેશ વેજાભાઈ અાડેદરા, હીરાબેન રમેશભાઈ અાડેદરા અને સંતોષ નાગાભાઈ ઘુંટી સહિતના શખ્સોઅે ધોકારુપાઈપથી હાથેરુપગે અાડેધડ ઘા ઝીંકતા ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અથેૅ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા હતા. અા બનાવ અંગે ભરતભાઈ મોઢવાડીયાઅે જણાવ્યું હતું કે, મારા સાઢુ રામાભાઈ અાડેદરા સાથે વ્યવહાર નથી જેથી તેમણે વ્યવહાર રાખવાનું કહી તેના પરિવારજનો સહિતનાઅોઅે હુમલો કયોૅ હતો. ભરતભાઈ સાઉન્ડ સીસ્ટમના વ્યવહાર સાથે જોડાયેલા છે. તેમજ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી પોરબંદર પોલીસને જાણ કરી હતી. જયારે અન્ય બનાવમાં, પડધરીનાં હડમતીયા ગામે રહેતા જીલુભા મહીપત સિંહ જાડેજા (ઉ.વ.પપ) નામના પોૈઢ ગામના પાદરે હતા ત્યારે હાજીભાઈના પુત્ર સહિત અજાણ્યા માણસોઅે મારમારતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા હતા. અા બનાવ અંગે પડધરી પોલીસે નિવેદન લેવા તજવીજ અાદરી છે.


Advertisement