બોટાદના મુખ્ય માર્ગોમાં ટ્રાફિક સમસ્યા: જયાં ત્યાં ફોર વ્હીલર પાર્ક થતા વેપારીઓ ત્રસ્ત: પોલીસનું સૂચક મૌન

12 April 2018 03:48 PM
Botad
Advertisement

બોટાદ તા.12
બોટાદમાં છેલ્લા થોડા સમયથી ટ્રાફીક પોલીસવાળા અને તેના અધિકારીઓ એકને ગોળ અને ખોળ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે તેની પાછળનું કારણ ગોળ વાળા હપ્તા આપતા હશે તેવી ચર્ચાઓ શહેરમાં થઈ રહી છે.
બોટાદ એસ.ટી. સ્ટેન્ડ વાળો રસ્તો, ટાવર રોડ વાળો રસ્તો, દિનદયાળ ચોક, જલમીન ટોકીઝ વાળો રસ્તો, હવેલી ચોક વાળો, અવેડા ગેઈટ, હિરાબજાર, બોટાદ માર્કેટ યાર્ડ વાળો રસ્તો, આવા અનેક રસ્તાઓ જે સતત ટ્રાફીક વાળા છે. આ વિસ્તાર ફોર વ્હીલ કયારેક મોટા ખટારાઓ ટ્રેકટરો યુટીલીટી વિગેરે નાના મોટી અનેક ગાડીઓ કલાકો સુધી પડી રહે છે. ટ્રાફીક પોલીસના નજરમાં નહીં આવતા હોય કે મીઠી નજરો નીચે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. સવાર સાંજ સુધી બોટાદ શહેરમાં મોટા વાહનો જેના વ્હીલ 16થી વધારે હોય તેવા ભારે વાહનો માટે સવારથી સાંજ સુધી બંધી છે. છતા દુકાનોની સામે ભારે મોટા વાહનો દિવસે પસાર થઈ રહેલા જોવા મળે છે. શું ખટારા વાળા ટ્રાફીક પોલીસના સગા કે સંબંધી હશે?
એક નાની એવી બેટરી બાઈક લઈને નીકળેલો છાપાવાળા છાપુ નાખવામાં 30 સેક્ધડ દુકાન પાસે જાય છે ત્યારે આ ટ્રાફીક વાળા પોલીસને અને જવાબદાર અધિકારીઓ તેના ટાયરમાંથી હવા કાઢી નાખે છે. જે ખુબજ સારી વાત કાયદાનું પાલન કરવું આપણે હંમેશા સહકાર આપવો પડે જે કર્યુ ને બરાબર કર્યુ છે. પણ ઉપર જણાવેલ ફોર વ્હીલવાળા ખટારાવાળા ટ્રેકટરો વાળા ભારે વાહન ચાલકો બોટાદ ટ્રાફીક પોલીસને સગા સબંધી થતા હશે કે હપ્તા લેતા હશે? તેની તપાસ કરવી જરૂરી છે. બોટાદ સુરત લકઝરી બોટાદ અમદાવાદ અને બોટાદથી રાજકોટ આખા દિવસ દરમ્યાન ત્રણ આંકડામાં અપ અને ડાઉન કરી રહી છે. જે એસટી ડેપો સામે પાળીયાદ બસ સ્ટેન્ડ નદી કીનારા ભાવનગર ચાર રસ્તા ઉપર ખુબજ ટ્રાફીક કરે છે. જેના કારણે ભુતકાળમાં અનેક અકસ્માતો થયા છે. જેમાં મોત થયાના સમાચાર છાપાઓમાં આવી ચુકયા છે. આ લકઝરી બસો વિસાળ સંખ્યામાં અપ ડાઉન કરે છે તે નડતી નથી કારણ કે પોલીસ ખાતુ છડે ચોક હપ્તા લે છે? માટે ત્યાં કાયદો કામ કરતોન થી. શહેરમાં પાણીની જેમ દારૂ વેચાય છે. અને પીવાય છે. ત્યારે શું પોલીસ ફીફા ખાંડી રહી છે. શહેરમાં મળતી માહિતી મુજબ દારૂવાળા પાસેથી હપ્તાઓ લેવામાં આવે છે? માટે છુટથી વેચાય છે તેમ શહેરમાં ચર્ચાઓ થાય છે.
બોટાદથી રાજકોટ લકઝરી, બોટાદથી અમદાવાદ લકઝરી, બોટાદથી સુરત લકઝરી બોટાદથી ચોટીલા લકઝરી, બોટાદથી ચુડા લકઝરી, ટ્રાફીકના અનેક ઘણો વધારે કરી રહ્યા છે. ગુજરાત એસટી નિગમનું કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે ત્યારે પોલીસ વાળા પોલીસ અધિકારીઓ શા માટે લકઝરી બંધ કરાવતા નથી અથવા ગુન્હો દાખલ કરતા નથી માટે લકઝરી બસો જે વિશાળ સંખ્યામાં અપડાઉન કરે છે જેમાં પોલીસની મીઠી નગર હોવાનું ચર્ચાય છે.
ટુ વ્હીલ બેટરી બાઈકની હવા કાઢનાર સફેદ અને ખાખી જોડ વાળા ટ્રાફીક પોલીસમેને જવાબ આપ્યો કે છાપાવાળા હોય તો આ સમાચાર પ્રસિધ્ધ કરજો મને વાંધો નથી આ પ્રમાણે વર્તન કરવામાં આવેલ છે. આજ સવારે 11 કલાકે એક અસ્થિર મગજના શખ્સે તેના શરીર ઉપરથી વસ્ત્રો કાઢી નાખી સળગાવ્યા આ શખ્સ બીભત્સ ખરાબ શબ્દો બોલતો આ પ્રશ્ર્ને 100 નંબર ઉપર 6-7 શહેરીજનો ફોન કરેલ શહેરીજનો પુરા નામ સાથે ફોન કરી ટાવર ચોક ઉપર આવો બનાવ બનેલ બાદમાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવેલ 10થી 15 મીનીટમાં પોલીસ સ્થળ ઉપર પહોંચશે છતા સવારના 11 કલાકના બનાવ બાદ સાંજના 5-30 કલાકે 5-40 સુધીમાં 100 નંબરની વાન આવી પોલીસે આ નગ્ન શખ્સને કપડા પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ ગયેલ.
સવારે 11થી સાંજના 5-30 સુધી પોલીસ શું કરી રહી હતી તેવા સવાલો શહેરમાં ઉઠયા છે. આ અસ્થિર મગજના શખ્સ 11થી સાંજને 5-30 સુધી ગાળો બોલતો રહ્યો જે શહેરીજનો સાંભળીને ક્ષોભ અનુભવતા રહ્યા.


Advertisement