સલાયાના મુસ્લિમ યુવાનને પોલીસ ખાનગી વાહનમાં ઉઠાવી ગયા બાદ લાપતા બનતા લોકોમાં રોષ

12 April 2018 03:32 PM
kutch Crime
  • સલાયાના મુસ્લિમ યુવાનને પોલીસ ખાનગી  વાહનમાં ઉઠાવી ગયા બાદ લાપતા બનતા લોકોમાં રોષ
  • સલાયાના મુસ્લિમ યુવાનને પોલીસ ખાનગી  વાહનમાં ઉઠાવી ગયા બાદ લાપતા બનતા લોકોમાં રોષ

પોલીસે કંઈ અજુગતું કયાૅની શંકા રાખી હજારો લોકો પોલીસ મથકે દોડી જતા ચકચાર

Advertisement

સલાયા તા. ૧ર અાજરોજ સાંજે પ/૩૦ કલાકે સલાયાના મુસ્લીમ ભગાડ પરીવારનો પ૦૦ જેટલા ભાઈઅો અને બહેનો સંયુકત રીતે અેકઠા થઈ સલાયા પોલીસમાં મૌખીક રજુઅાત કરેલ કે અમારા પરીવારના કરીમ સલીમ ભગાડ તથા તેનો મિત્ર જુસબ જાકુ સંઘાર તારીખ ૧૦ ના રાત્રીના સલાયા બસ સ્ટેશને બેઠા હતા ત્યારે સલાયા પોલીસના પાંચ કોસ્ટેબલો અેક પોલીસ જીપ તથા ખાનગીકારમાં અા બંને યુવાનોને સલાયા જેટ ઉપર લઈ ગયેલ જયાંથી રાત્રીના ૧ર વાગ્યા અાસપાસ બે પૈકી જુસબ જાકુ સંઘારને પોલીસ જીપમાં ગામમાં લઈ અાવી છોડી મુકેલ અને કરીમ સલીમ ભગાડને પ્રાઈવેટ વાહનમાં લઈ ગયા બાદ તેનો કયાંય પણ પતો નથી. અાજરોજ સવારે તેમના પરીવાર વારા નાસ્તો અાપવા ગયા ત્યારે પોલીસે જણાવેલ કે કરીમ અે નાસ્તો કરી લીધેલ છે. ફરી બપોરના પરીવાર વારા જમવાનું લઈને ગયેલ ત્યારે પોલીસે જણાવેલ કે કરીમ વીશે અમોને કશી જાણકારી નથી. અને કરીમનો ચાંદીનો ચેઈન તથા રપ૦૦ રૂપિયા રોકડા અહી પડેલ છે તે લઈ જાવ તેમ કહી અાપેલા. પરીણામે અા મુસ્લીમ ભગાડ પરીવારને કરીમનું કશું અઘટિત થયાની શંકા છે. તેમજ અા પરીવારના મોભી દાઉદ ભગાડના જણાવ્યા મુજબ તેમના હરીફ પરીવારના ૩ મોભીઅોઅે સલાયા પોલીસ સ્ટેશનની રાત્રીના તેમજ દિવસના મુલાકાત કરેલી જાે પોલીસના સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરવામાં અાવે તો મોટો ભેદ ખુલી શકે તેમ છે. અગર સી.સી.ટી.વી. કેમેરામાં ભાંગફોડ (છેડછાડ) કરેલ હશે તો પણ સ્પષ્ટ જણાઈ અાવશે.અા પરીવારના લોકોઅે તેના સભ્ય કરીમ સલીમ ભગાડ ને અેક વખત કરે પછી પોલીસને જે પગલા ભરવા હોય તે ભરે. અા પરીવારને તેના ગુમ થયેલ સભ્યનું અેકાઉન્ટર થયાનો ભય છે. સમગ્ર ગામમાં પણ અા વિશે તરહ તરહની અફવાઅોનો દોર ચાલુ છે. મહિલા તથા પુરૂષો સાથેનું અા ટોળું સાંજે ખંભાળીયા મુકામે અેસ.પી.ને મળવા જવાના છે. સામે પક્ષે સલાયાના પી.અાઈ. સોલંકીની અમારા પ્રતિનીધી અે મુલાકાત લીધેલ ત્યારે જણાવેલ કે અા બાબતની સલાયા પોલીસને કશી જ જાણકારી નથી. અમારી સ્ટેશન ડાયરીમાં પણ કશી જ નોંધ નથી. અામ સલાયા પોલીસે ગુમ થયેલ યુવાન કરીમ સલીમ ભગાડ વીરો અજ્ઞાનતા પ્રગટ કરતા વિવાદ ખુબ જ ઘેરો બનેલ છે. જયારે ભેદ ખુલશે ત્યોર જ સત્ય બહાર અાવશે.


Advertisement