બિહારના પૂર્વમુખ્યમંત્રી રાબડીદેવીને સતાવતો મોતનો ખોફ

11 April 2018 10:22 PM
Rajkot India Politics
  • બિહારના પૂર્વમુખ્યમંત્રી રાબડીદેવીને સતાવતો મોતનો ખોફ

રાબડી દેવીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પત્ર લખીને જણાવ્યું હતું કે જો મારા કે મારા પરિવાર સાથે કોઈ ઘટના બનશે તો તેની જવાબદારી ગૃહ મંત્રાલયની હશે.

Advertisement

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સરકાર પર ખૂબ ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરેથી રાતે 9 વાગ્યા પછી સુરક્ષા હટાવી દેવામાં આવી હતી. સરકાર શું કરી રહી છે? તેમણે જણાવ્યું હતું કે મને અને મારા પરિવારને મારવાનું કાવતરૂં ઘડાઈ રહ્યું છે.

રાબડી દેવીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પત્ર લખીને જણાવ્યું હતું કે જો મારા કે મારા પરિવાર સાથે કોઈ ઘટના બનશે તો તેની જવાબદારી ગૃહ મંત્રાલયની હશે. તમને જણાવી દઈએ કે CBIની રેડ પછી બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘર પર સુરક્ષા માટે રાખવામાં આવેલા 32 પોલીસ જવાનોને રાજ્ય સરકારે પાછા બોલાવી લીધા હતા.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે CBIની સાત જણાની ટીમ મંગળવારે 2 વાગ્યાની આસપાસ રાબડી દેવીના ઘરે પહોંચી હતી. રેલવે ટેન્ડર કૌભાંડમાં આરોપી બન્યા પછી પહેલી વખત CBIએ રાબડી દેવી સાથે પૂછપરછ કરી હતી. તેમણે તેજસ્વી યાદવનું નિવેદન પણ લીધું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેજસ્વી અને લાલૂ પ્રસાદ યાદવની દિલ્હીમાં પૂછપરછ થઈ ચૂકી છે. આ કૌભાંડમાં તેજસ્વી યાદવ અને રાબડી દેવીને આરોપી બનાવવામાં આવ્યા છે.


Advertisement