AAPના રાજસ્થાનના પ્રભારી પદે દીપક વાજપેયીની નિમણુંક

11 April 2018 08:54 PM
Rajkot India Politics
  • AAPના રાજસ્થાનના પ્રભારી પદે દીપક વાજપેયીની નિમણુંક

કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી પદેથી હટાવાયા : પાર્ટીના આ નિર્ણય પર કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

Advertisement

આમ આદમી પાર્ટીએ કુમાર વિશ્વાસને રાજસ્થાનના પ્રભારી પદેથી હટાવી દીધા છે. તેની જગ્યાએ દીપક વાજપેયીને પાર્ટીએ રાજસ્થાનના પ્રભારી બનાવી દીધા છે. આપના પ્રવક્તા આશુતોષે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનનો કારભાર હવે દીપક વાજપેયીને આપવામાં આવ્યો છે, જેથી તેઓ ત્યાં જ રહીને સંગઠનને મજબૂત બનાવે, ચૂંટણીની સ્ટ્રેટેજી તૈયાર કરે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે સંપર્ક કરીને કાર્યક્રમની રૂપરેખા બનાવે.

પાર્ટીના આ નિર્ણય પર કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

આશુતોષે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો હતો કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને તેઓ પૂરી તાકત સાથે લડશે. આપના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે CM વસુંધરા રાજેની સરકારે છેલ્લા 4 વર્ષોમાં રાજસ્થાનને સદીઓ પાછળ ધકેલી દીધું છે. આજે ખેડૂતો ખૂબ રોષમાં છે, વીજળીના ભાવ 4 ગણા વધી ગયા છે, ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી. આ તમામને જોતા આમ આદમી પાર્ટીને રાજસ્થાન માટે કોઈ નવા વિકલ્પની શોધ છે.

Advertisement