કર્ણાટકમાં ગુજરાતવાળી: કોંગ્રેસના ઉમેદવારોની બોગસ યાદી ‘વાયરલ’

11 April 2018 11:30 AM
India Politics
  • કર્ણાટકમાં ગુજરાતવાળી: કોંગ્રેસના ઉમેદવારોની બોગસ યાદી ‘વાયરલ’

પક્ષના અનેક ‘માથા’ ઓની ટિકીટ કાપી નખાઈ!

Advertisement

બેંગ્લોર: કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની તીવ્ર બનતી ન હતી. વિધાનસભા ચૂંટણીની ટકકર વચ્ચે ગઈકાલે અહી કોંગ્રેસના ઉમેદવારોની ‘બનાવટી’ યાદી જાહેર થતા અફડાતફડી મચી ગઈ હતી. કર્ણાટકમાં વોટસએપ સહિતની સોશ્યલ મીડીયામાં કોંગ્રેસની ઉમેદવારોની ‘યાદી’ વાયરલ થઈ હતી. હજુ દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી કમીટી રાજયમાં ઉમેદવારોના નામને આખરી ઓપ આપવા આવનાર છે. તે સમયે આ યાદીએ પક્ષમાં જબરી ચર્ચા ફેલાવી છે.
આ યાદીમાં કોંગ્રેસના ટોચના નેતા ઓસ્કાર ફર્નાન્ડીઝની સહી હતી પણ ફર્નાન્ડીઝ હાલ દિલ્હીમાં સર ગંગારામ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે તો આ યાદીમાં લોકસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેનું પણ ઉમેદવાર તરીકે આવે છે તેમને તેમના પુત્ર અને રાજયના મંત્રી પ્રિયાંકના સ્થાને ટિકીટ અપાઈ છે તેઓ દાવો થયો છે.


Advertisement