પાવર પોલીટીકસ

10 April 2018 07:13 PM
India Politics
  • પાવર પોલીટીકસ
  • પાવર પોલીટીકસ
  • પાવર પોલીટીકસ

ભાજપે કર્ણાટક બાદ યુપીમાં સંઘની ટીમને દોડાવવી પડી ; શરદ પવાર મહારાષ્ટ્રમાં મજબૂત થઈને દિલ્હીનો માર્ગ કરવા મથે છે! પણ ભરોસો કોણ કરશે ; યુપીમાં ભાજપનો યોગી-મોહ ભંગ: ખુદ મોદી-શાહ નારાજ: કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે ; નિતિશે કર્ણાટકમાં જુનું કનેકશન ફરી તાજુ કર્યુ: પક્ષ 30 બેઠક લડશે: નિતિશ પ્રચાર કરશે

Advertisement

નવી દિલ્હી: ભારતના રાજકારણમાં 2019ની ચૂંટણી પુર્વે રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે. ખાસ કરીને એક તરફ રાહુલ ગાંધી હાલ કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવીને આ રાજય જાળવી રાખી ભાજપ ને માટે તેઓ પડકાર છે. તે સાબીત કરવા માંગે છે તો બીજી તરફ જો કોંગ્રેસ પક્ષ કર્ણાટક જીતશે તો તે બાદ વર્ષના અંતે આવી રહેલી મધ્યપ્રદેશ-રાજસ્થાન છતીસગઢની ચૂંટણી માટે કોંગ્રેસને એક નવો જુસ્સો મળશે તો વિપક્ષને પણ રાહુલ ગાંધીની ગંભીરતાની નોંધ લેવી પડશે. આ સ્થિતિમાં વિપક્ષના બે ટોચના નેતા શરદ પવાર અને મમતા બેનરજી જેમાં હાલ પોતાને ભાજપ-ત્રીજા મોરચો જે બિન ભાજપ પક્ષનો હોય તે રચવા પ્રયાસ કરે છે. શરદ પવાર જેઓ રાષ્ટ્રીય રાજકારણમાંથી લગભગ નિવૃત થવાની તૈયારીમાં હતા. તેઓ ફરી સક્રીય બન્યા છે અને ભાજપ ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી શરદ પવાર ભણી સોફટ-એપ્રોચ ધરાવતો હતો તેણે પોતાનો અભિગમ બદલ્યો છે. ભાજપે હાલમાંજ શરદ પવારની પણ ટીકા કરવાનું શરૂ કર્યુ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ હાલ મુંબઈમાં હતો. તેઓએ એ સમયે શરદ પવારને એ સંદેશો મોકલવા પ્રયાસ કર્યા કે તેઓ જે રીતે યુપીએ- પેટર્નથી મોરચો ઉભો કરવા પ્રયાસ કરે છે તેનાથી ભાજપ મોવડીમંડળ ખુશ નથી. શ્રી શરદ પવારનું રાજકારણ કોંગ્રેસ અને કોંગ્રેસની જ ફરતું રહ્યું છે પણ તેઓની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા પુરી થઈ નથી તે ભુલ્યા નથી. 2014માં મોદી શાસન પછી શરદ પવારે કોંગ્રેસની ટીકા કર્યા વગર પણ આ પક્ષથી અંતર બનાવી રાખ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી નજીકના સંબંધ બનાવ્યા હતા અને આ સંબંધમાં મોદીએ તો શ્રી શરદ પવારને પોતાના રાજકીય ગુરુ પાછા માગ્યા હતા અને પવારે મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં પુનાની સડક પર પણ ઝાડુ લગાવ્યું હતું.
પણ હવે 2019ની ચૂંટણી પુર્વે જ શરદ પવાર પણ મોદીના ટીકાકાર બન્યો છે અને તેઓ કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષોને સાથે લેવા માંગે છે પણ શરદ પવારને ભરોસો કોંગ્રેસમાં પણ નથી. પવારની રાજકીય તાકાત તો મહારાષ્ટ્રમાંથી જ આવે છે.
તેઓને માદી સાથે સારા સંબંધ હતા તે સમયે મહારાષ્ટ્ર ભાજપની સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સાથે મનમેળ નહતો. પવાર જો કે હાલ તો કોંગ્રેસને આગળ ધરીને મોરચો બનાવવા માંગે. મહારાષ્ટ્રમાં તેઓએ કોંગ્રેસની સાથે મનમેળ કરવો પડશે. ઉપરાંત રાજયમાં શિવસેના પણ અલગથી લડવા માંગે છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ એક મુલાકાતમાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાની અમારી રણનીતિમાં અમો કોઈ ફેરફાર કરવા માંગતા નથી. હાલમાં જ અમીત શાહે મુંબઈમાં જાહેર કર્યુ કે તે શિવસેના સાથે ચૂંટણી લડશે તેના પર આકરો કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કાયમ ખુદના દમ પર સતાની વાત કરનાર ભાજપને હવે દોસ્તોની યાદ આવવા લાગી છે.
ભાજપને યુપીની પણ ચિંતા નથી
વાસ્તવમાં ઉતર પ્રદેશમાં પેટાચૂંટણી ગુમાવ્યા બાદ ભાજપે રાજયસભાની એક બેઠક કબ્જે કરવા સપા-બસપામાં તોડફોડ કરીને સંતોષ તો મેળવી લીધો પણ પક્ષમાં અસંતોષ વધી રહ્યો છે તેની ચિંતા વધી છે. પક્ષના દલિત સાંસદો એસટી એસસી કાનુન મુદે અવાજ ઉઠાવી ચુકયો છે. રાજયની સતત કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિથી મુખ્યમંત્રી યોગી પર પસ્તાળ છે અને હાલમાંજ યોગીને દિલ્હી બોલાવીને મોદી-અમીત શાહે સંયુક્ત રીતે ઉલટ તપાસ લીધી હતી. બન્ને યુપીમાં જે રીતે શાસન ચાલી રહ્યું છે તેનાથી નારાજ છે અને હવે કાલે અમીત શાહ લખનૌ આવી રહ્યા છે. આ પુર્વે સંઘના બે ટોચના પદાધિકારી ક્રિષ્ના ગોપાલ અને દતાત્રેય હોશબોલે યુપીના પ્રવાસે ગયા હતા અને ફીડબેક મેળવ્યા હતા અને તેનો રીપોર્ટ વડાપ્રધાનને આપ્યો હતો. એક તરફ સપા-બસપા એક થઈ રહ્યા છે તેની ચિંતા છે. બીજી તરફ પક્ષમાં અસંતોષ વધી રહ્યો છે તે પ્રશ્ર્ન છે. ભાજપ હવે યેનકેન પ્રકારેણ સપા-બસપાને તોડીને પણ ચૂંટણી જીતવા આ માટે યોગી સરકાર રાજયમાં સરકારી પદો ખુલ્લા કરવા તૈયાર છે. હાલમાંજ બસપાના પુર્વ સાંસદ અશોક રાવત અને સપાના પુર્વ સાંસદ પ્રકાશ રાવત ભાજપમાં જોડાયા. તેઓ મોદી સરકારની જાતીથી પ્રભાવિત થયા છે.
નિતીશ કર્ણાટકમાં પ્રચાર કરશે? કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસની સીધી લડાઈ છે તે વચ્ચે જનતાદળ (યુ) પણ 20-25 બેઠકો લડશે અને તેનો પ્રચાર કરવા ખુદ નીતીનકુમાર જશે.
એક સમયે કર્ણાટકમાં જનતાદળની સરકાર રામકૃષ્ણ હેગડેના નેતૃત્વ હેઠળ હતી પછી જનતાદળ (યુ) અને જનતાદળ (એસ) એમ બે ભાગ પડયા છે. જનતાદળ (એસ)ના વડા પુર્વ વડાપ્રધાન એમ.ડી.દેવેગોડા છે. અહી નીતિશના પક્ષે ભાજપની સાથે જોડાણ કર્યુ નથી.


Advertisement