મધ્ય પ્રદેશમાં પણ હાર્દિકની જનસભામાં સેંકડોની મેદની

07 April 2018 08:21 PM
Rajkot India Politics
  • મધ્ય પ્રદેશમાં પણ હાર્દિકની જનસભામાં સેંકડોની મેદની

હાર્દિક પટેલ મધ્ય પ્રદેશના જાવડ ગામમાં પહોંચ્યો

Advertisement

પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ આજકાલ મધ્ય પ્રદેશમાં BJP વિરુદ્ધ પ્રચાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, તેમાં પણ હાર્દિક ભાજપની સીટ ઘટાડવામાં કોઈ કદાચ બાકી છોડવા માગતો નથી. આજે હાર્દિક પટેલ મધ્ય પ્રદેશના જાવડ ગામમાં પહોંચ્યો હતો, ત્યાં મોટી સંખ્યામાં લોકોને સંબોધિત પણ કર્યા હતા.

આ અંગે હાર્દિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ લખતા કહ્યું હતું કે, 'અભૂતપૂર્વ અને ઐતિહાસિક ખેડૂત મહાપંચાયતમાં મધ્ય પ્રદેશના જાવડના ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોનું તન, મન અને ખેડૂતોના ધનથી જ્યાં સુધી રાજસત્તાનું નિર્માણ નહિ થાય ત્યાં સુધી આ દેશમાં ખેડૂતો પર થતા અત્યાચાર બંધ નહીં થાય. જ્યાં સુધી પૂંજીપતિઓના ધનથી રાજસત્તા સંચાલિત થતી રહેશે, ખેડૂતો પર દમન થતું રહેશે.'

Advertisement