ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી

02 April 2018 07:50 PM
India Woman
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી
  • ફેશન ટ્રેન્ડ ભલે ગમે તેવો બદલાય કુર્તીનું સ્થાન ડગતુ નથી

Advertisement

સ્ટાઈલીશ કુર્તી
દિવસ ઉગે ને ફેશન બદલાય... માત્ર ભારતમાં જ નહીં. વિશ્ર્વભરમાં ફેશન ટ્રેન્ડ બદલાતો રહે છે. બદલાતી ફેશન વચ્ચે પણ કુર્તીનું સ્થાન કયારેય ડગી શકયુ નથી. કુર્તીનું સૌથી મોટુ જમા પાસુ કે ખાસીયત એ છે કે ગમે તે પ્રસંગમાં તે પહેરી શકાય છે. ઓફીસ હોય કે પાર્ટી, લગ્ન પ્રસંગ હોય કે વેકેશન કોઈપણ સ્થળો-પ્રસંગોમાં કુર્તી ફીટ રહે છે. કુર્તીનું સ્થાન અડીખમ બની રહેતુ હોવા છતાં ઘણી વખત તેની પસંદગી કરવામાં અવઢવ જેવી હાલત સર્જાય છે તેને ધ્યાને રાખીને કુર્તીની પસંદગી માટે કેટલીક ‘ટીપ્સ’ પ્રસ્તુત છે. જેના કારણે પસંદગી કરવાથી ‘સ્ટાઈલીશ દેખાવ’ શકય બનશે.

એ-લાઈન કુર્તી
પગની પીંડી સુધી લંબાતી અને કમ્મરથી ઉભારને કારણે ‘એ’ આકારમાં દેખાતી કુર્તી યુવા વર્ગમાં હોટ ફેવરીટ છે. શ્રેષ્ઠ બાબત એ છે કે ઓફીસ, કોલેજ, પાર્ટી, ડેટ અને તહેવારોમાં તે પહેરી શકાય છે. લેગીંગ, ચુડીદાર, જેગીંગ, જીન્સ, પતીયાલા, કેપરી, ટાઈટ અને ધાતે પેન્ટ સાથે પહેરી શકાય છે. સંપૂર્ણ નિખાર માટે એરીંગ્ઝ અથવા ઝુમખા પહેરી શકાય. પીયર શેઈપ શરીર ધરાવનારા માટે સૌથી સ્ટાઈલીશ છે.

શર્ટ-સ્ટાઈલ કુર્તી
ભારતીય કુર્તી અને પશ્ર્ચીમી શર્ટનું કોમ્બીનેશન એટલે શર્ટ સ્ટાઈલ કુર્તી ઓફીસે પહેરવામાં આ એકદમ પરફેકટ છે. સ્ટાઈલની સાથોસાથ વ્યવસાયિક તરીકેનો નિખાર પણ ઉભરી શકે છે. લેગીંગ, જીન્સ, પેન્ટ, સ્કર્ટ કે શોર્ટસ સાથે પણ પહેરી શકાય છે. એકસેસરીઝ તરીકે જડતર એરીંગ, ઘડીયાળ, બેલ્ટ કે સ્ટાર્ફને ઉપયોગમાં લઈ શકાય છે. શરીર સુડોળ હોય તો કુર્તીમાં બેલ્ટનો ઉપયોગ વધુ નિખાર આપશે. એપલ બોડી શેઈપ ધરાવનારાઓએ કુર્તીમાં બેલ્ટનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ટાળવો જોઈએ.

અંગરખા કુર્તી
આ કુર્તી રાજવી પરિવારોના સંગીતકારોથી પ્રેરીત છે એની બન્ને બાજુ ફલેપ અને સ્ટ્રેપ હોય છે અને કયારેક એ રેપ-એરાઉન્ડ સ્વરૂપે મળતી હોય છે.
એનાથી તમારા દેખાવને એથનિક ટચ મળે છે. તમે એને જોગીંગ્સ, લેગિંગ્સ અથવા પલઝો સાથે પહેરી શકે. ફેબ્રીક અને તમારા કામકાજ-પ્રસંગના આધારે તમે પાર્ટીમાં અથવા તહેવારોમાં પહેરી શકો, તમે એની સાથે કાને લટકણીયા એકસેસરી તરીકે પહેરી શકે. તમામ પ્રકારની દેહષ્ટી માટે અંગરખા સ્ટાઈલ યોગ્ય છે.

સી-કટ કુર્તી
આ ટ્રેન્ડી કુર્તી હાઈ-લો કુર્તી જેવી છે, પણ આગળનો ભાગ ‘સી’ આકારમાં હોય છે. તમે ડિનર ડેટ અથવા પાર્ટીમાં એ પહેરી શકો. લેગિંગ્સ, જોગીંગ્સ, સ્કીની જીન્સ પર એ પહેરી શકાય અથવા એકસી પહેરી શકાય. કુર્તી સાથે કલાસિક ફેશન જવેલરી જામી જશે. સી-કટ કુર્તી શોર્ટ અને ની-લેંગ્જા (ગોઠણ સુધી) વર્ઝનમાં મળે છે, પણ તમે પ્રસંગ મુજબ એ પહેરી શકો. આ કુર્તી તમને સ્લિમ અને સ્ટાઈલીસ લુક આપશે. તમામ પ્રકારની દેહદ્રષ્ટી સાથેઆ યોગ્ય છે.

ટેઈલ-કટ કુર્તી
નામ સૂચવે છે એ પ્રમાણે આ કુર્તી આગળ અથવા પાછળની ટુંકી હોય છે અને પુંછ જેવો લુક ઉભો કરે છે. આવી કુર્તીઓ ઉત્સવો, પાર્ટી માટે એકદમ યોગ્ય છે. ડેટીંગ માટે પણ ઉપયોગ કરી શકાય. તમે લેગીંગ્સ, જોગીંગ્સ અથવા જીન્સ સાથે એની પેચ કરી શકો. વધુ ગ્લેમરસ લુક માટે તમે એને ડ્રેસ તરીકે પહેરી શકો. એકસેસરી તરીકે ઝુંમવા અથવા લટકતા બુટીયા અને કફ બ્રેસલેટ પહેરી શકાય. ટેઈલ કટ કુર્તી પીઅર અને અવરગ્લાસ બોડી-શેપ માટે આદર્શ છે. ઉંચી છોકરાઓ પણ એમાં મ્હોરી ઉઠે છે.

ધોતી કુર્તી
પરંપરાગત વખતનું આ સાંપ્રત સ્વરૂપ છે. અત્યારે એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એ પહેરવામાં લુઝ અને ક્ધર્ફોટેબલ હોઈ, એ જાણીતી મહિલાઓને પણ અપીલ કરી જાય છે. ધોતી-કુર્તી પાર્ટી અને તહેવારોમાં પહેરી શકાય. ડબલ સ્ટડ એરિંગ્સ અને એન્કલેટની એકસેસરીનો સાથે ઉપયોગ કરી શકાય.

અનારકલી કુર્તી
પર્ફેકટ ટ્રેડીશનલ લુક માટે આ કુર્તી યોગ્ય છે. એ ગમે તે પ્રસંગે પહેરી શકાય. ફોર્મલ અને કેઝયુલ ઈવેન્ટમાં કે પછી ડેટ અને ફેસ્ટીવલમાં એ પહેરી શકાય.
તમે લેગીંગ્સ, ચુડીદાર, પટિયાલા, પલાઝો, લોફલર્ડ સ્કર્ટ, એન્કલ જીન્સ અને જોગીંગ્સ સાથે પહેરી શકો. લુક વધારવા ઝુંમખા, ડેંગલ એરિંગ્સ અને મલ્ટી-સ્ટ્રેન્ડ નેકસેસનો ઉપયોગ કરો. દરેક પ્રકારના બોડી શેપમાં અનારકલી અનુકુળ છે.

ઘેરદાર કુર્તી
ફલેર (ઘેરદાર) સ્ત્રીની બુટીને નિખારી તમને ભવ્ય લુક આપે છે. પહોળી-ઘેરદાર અને ટુંકી ઘેરદાર એમ બન્ને પ્રકારની કુર્તી મળે છે. તમે એની સાથે લેગીંગ્સ, એન્કલ જીન્સ, ચુડીદાર પહેરી શકો અથવા બોટમલેસ રહી શકો. પરંતુ પલઝો, સ્કર્ટ અને શોર્ટ ફલર્ડ કુર્તી સાથે પહેરવાનું ટાળો. સ્ટાઈલીશ લુક માટે ઝુમખા, ડેંગલ એરિંગ્સ, બ્રેસલેટ અને બંગડીનો ઉપયોગ થઈ શકે. પીઅર, એપલ અને અવરગ્લાસ શેપ ધરાવતી સ્ત્રીઓ માટે આ એકદમ યોગ્ય છે.


Advertisement