ભારતીય ક્રિકેટર કપીલદેવ ૨૭ મીએ સુરતના મહેમાન બનશે !

26 March 2018 09:24 PM
Rajkot Business Gujarat India Sports
  • ભારતીય ક્રિકેટર કપીલદેવ ૨૭ મીએ સુરતના મહેમાન બનશે !

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા "દિયા ટી-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ"નું આયોજન

Advertisement

સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા "દિયા ટી-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ"નું આયોજન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ પર તારીખ 27 માર્ચ 2018 થી 8 માર્ચ 2018 સુધી કરવામાં આવ્યુ છે. ખાસ વાત એ છે કે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપીલદેવ દ્વારા 27મી માર્ચ મંગળવારના રોજ સાંજે 6:30 વાગ્યે કરવામાં આવશે.

આ મેચમાં અઠવા ક્રિકેટ ક્લબ, અવધ એવેન્જર્સ, બ્લ્યુ વોરીયર્સ, મનોહર લાયન્સ, ગુલશન રાઈડરસ, સુરત સ્ટ્રાઈકર્સ, ડુમસ ક્રિકેટ ક્લબ, સુરત ઓલ સ્ટાર્સ, અટલ જેન સેરાપ્રાંત, અરીહંત ટાઇગરસ જેવી ટોટલ 10 ટીમો ભાગ લેશે જેમાં એક ટીમમાં ફરજીયાત 6 ખેલાડી સુરતના રહેવાસી હોવા જોઈએ.

આ ટુર્નામેન્ટ ફલ્ડલાઈટ હેઠળ રમાડવામાં આવશે. રોજે બે મેચ રાખવામાં આવશે જેમાં પ્રથમ મેચ દીવસે અને બીજી મેચ રાત્રીના સમયગાળા દરમિયાન રાખવામાં આવશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 8 એપ્રીલ રવિવારના રોજ રમાશે. આ ટુર્નામેન્ટને નિહાળવા માટે સુરતના લોકો માટે વિનામુલ્યે એન્ટ્રી છે.


Advertisement