અરવિંદ કેજરીવાલે મોકલેલા માફીનામાના પ્રસ્તાવને જેટલીએ ફગાવ્યો ?

20 March 2018 10:44 PM
Rajkot Gujarat India
  • અરવિંદ કેજરીવાલે મોકલેલા માફીનામાના પ્રસ્તાવને જેટલીએ ફગાવ્યો ?

Advertisement

માનહાનિના અનેક કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વધુ એક ઝટકો આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલે મોકલેલા માફીનામાના પ્રસ્તાવને અરૂણ જેટલીએ ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે જ દિલ્હીના મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને કોંગ્રેસના નેતા કપિત સિબ્બલની માફી માંગી લીધી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાણાં મંત્રી અરૂણ જેટલી હવે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાના મૂડમાં નથી અને તેમણે ટૂંકમાં જ કહી દીધું છે કે, જ્યાં સુધી આપના અન્ય નેતાઓ આશુરોષ, રાઘવ ચઠ્ઠા અને સંજય સિંહ પણ તેમની માફી નહીં માંગે ત્યાં સુધી માફીનો સ્વીકાર નહીં કરવામાં આવે.

અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, જેટલીએ ડીડીસીએમાં તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ આરોપ બાદ અરૂણ જેટલીએ કેજરીવાલ વિરૂદ્ધ 10 કરોડ રૂપિયાની માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. નાણાં મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી ઉપરાંત આપના અન્ય 5 નેતાઓ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.


Advertisement