થર્મોકોલના હરતા-ફરતા ટોયલેટ, ફક્ત 2 કલાકમાં જ તૈયાર !

20 March 2018 10:21 PM

  • થર્મોકોલના હરતા-ફરતા ટોયલેટ, ફક્ત 2 કલાકમાં જ તૈયાર !
  • થર્મોકોલના હરતા-ફરતા ટોયલેટ, ફક્ત 2 કલાકમાં જ તૈયાર !
  • થર્મોકોલના હરતા-ફરતા ટોયલેટ, ફક્ત 2 કલાકમાં જ તૈયાર !

છોકરીઓને લગ્નમાં ભેટ સ્વરૂપે પણ આ શૌચાલય આપે છે પૂણેના રામદાસ માનેની કંપનીની કામગીરી : સર્વત્ર સરાહના

Advertisement

કેન્દ્ર સરકાર દેશમાં ખુલ્લા શૌચાલયોને મુક્ત કરવાના પ્રયત્નોમાં લાગી છે. જેમાં પૂણેના એક વ્યક્તિએ સરકારના આ પ્રયત્નોમાં ખૂબ સારો સહકાર આપ્યો છે. આ વ્યક્તિ એવું શૈચાલય બનાવી રહ્યા છે, જે થર્મોકોલમાંથી બને છે અને તેના પર સિમેન્ટનું પડ લગાવવામાં આવે છે.

રામદાસ માનેની કંપની ફક્ત બે કલાકમાં આ શૌચાલય બનાવી આપે છે, એટલું જ નહીં તે છોકરીઓને લગ્નમાં ભેટ સ્વરૂપે પણ આ શૌચાલય આપે છે, જેની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. રામદાસે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધીમાં આવી 25 છોકરીઓને શૌચાલય બનાવીને આપ્યા છે, જેમની આર્થિક સ્થિતિ સારી નથી. અત્યાર સુધીમાં તેમની કંપનીએ 22 હજાર શૌચાલય સપ્લાય કર્યા છે.

તેમના આ કામ માટે તેમને ઘણા પુરસ્કાર મળ્યા છે, જેમાં સ્વચ્છતાના નામ પર આપવામાં આવતો સેનિટેશન લીડરશીપ એવોર્ડ 2016નો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત 2007મા તેમનું નામ લિમ્કા બુકમાં પણ રૅકોર્ડ થયું છે. આ ઉપરાંત તેમને ઓસ્ટ્રેલિયા અને ઉરુગ્વે જેવા દેશમાં તેમના કામ માટે સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

તેમણે આ કંપનીની સ્થાપના 1993મા કરી છે અને ભારતમાં લગભગ 80% થર્મોકોલ તેમની કંપનીમાંથી આવે છે. તેમને થર્મોકોલ રિસાયકલીમગ માટે પેટન્ટ પણ મળી ચૂકી છે. તેમની કંપનીમાં અત્યારે 70 કર્મચારી કામ કરે છે અને તેમણે તેમના બિઝનેસને 40 કરોડ સુધી પહોંચાડ્યો છે.
Advertisement