અમેરિકાના ઓકલહોમામાં પેપ્સીનું આખું મશીન જ ઉઠાવી ગયા !

20 March 2018 10:15 PM
Rajkot World
  • અમેરિકાના ઓકલહોમામાં પેપ્સીનું આખું મશીન જ ઉઠાવી ગયા !

Advertisement

અમેરિકાના ઓકલહોમામાં બે લોકોએ એવું કર્યું કે તે ચર્ચાનો વિષય બની ગયા છે. આ ઘટનાનો વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. 14 માર્ચના રોજ બે વ્યક્તિ પેપ્સીની વેન્ડિંગ મશીન ચોરી ગયા. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખસ મશીન પાસે પહોંચે છે અને તે પહેલા પૈસા નાંખીને કોલ્ડ્રિંક્સ ખરીદે છે. એવું લાગી રહ્યું છે કે તે ચેક કરતો હતો કે મશીન ચાલું છે કે નહીં. પછી બંને વાન લઈને આવે છે અને પિકઅપ વાનમાં મશીન ચઢાવીને લઈ જાય છે.
પોલીસે આ સમગ્ર ઘટનાનો વીડિયો યુટ્યુબ પર જાહેર કર્યો છે. આ ઉપરાંત ચોરની શોધખોળ ચાલી રહી છે.
Advertisement