જન્મદાત્રીએ જ પોતાના બાળકને પતાવી દીધું !!

20 March 2018 09:39 PM
Rajkot Gujarat
  • જન્મદાત્રીએ જ પોતાના બાળકને પતાવી દીધું !!

રેઢા મળેલા નવજાત શિશુનું ગળું-નાક દબાવી દબાવવાથી મોત થયાનો પીએમ રીપોર્ટ : પોલીસે અજાણી માતા સામે હત્યાનો ગોનું નોંધ્યો

Advertisement

પ્રેમ કરવો એ ગુનો નથી, પણ જ્યારે કોઈને દગો આપીને પ્રેમ કરવામાં આવે ત્યારે તેનું પરિણામ ઘણું જ ભયાનક આવતું હોય છે. પણ, અહીં તો કોઈની પ્રેમલીલાએ એક નવજાતનો ભોગ લઈ લીધો. વલસાડના અબ્રામા વિસ્તારમાંથી એક નવજાત શિશુની લાશ મળી આવી હતી. તેના પોસ્ટમોર્ટમમાં બાળકનું મોત મોં અને નાક દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે બાળકની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. બાળકની માતાએ જે કારણે તેની હત્યા કરી તેણે સૌને ચોંકાવી દીધા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસને અબ્રામા રામનગર વિસ્તારમાં એક અવાવરુ રૂમમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. તપાસમાં આ બાળક રામનગરમાં રહેતા પુજાબેન રાજપૂતનું હોવાનું બહાર આવ્યું હતું. પૂજાબેનના પતિ નરેન્દ્રસિંહ રામાવતાર બેંગ્લોરમાં નોકરી કરે છે. 25 વર્ષની પૂજાને એક વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો અને તેના થકી તે ગર્ભવતી બની હતી. તેનો ગર્ભ પાંચ માસનો થઈ ગયો હોવાથી અબોર્શન થઈ શક્યું ન હતું.

દરમિયાનમાં શનિવારે તેણે બાળકને જન્મ આપ્યો હતો. પહેલા તો તેણે પોતાની ડિલિવરી ટોઈલેટમાં જ થઈ ગઈ હોવાની અને ત્યાંજ બાળકનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે આ ઘટનાને ગંભીર ગણી બાળકના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલ્યું હતું.

પોસ્ટમોર્ટમમાં બાળકનું મોત કપડાથી મોં અને નાક દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં હત્યાની વાત બહાર આવતા સિટી પીએસઆઈ ગોહિલ જાતે ફરિયાદી બન્યા હતા અને તેમણે બાળકની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હત્યાનો ગુનો નોંધાયા બાદ પોલીસે પૂજાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement