કોંગ્રેસના ધારાસભ્ય જામીનગીરી નોંધાવી ૩ ને છોડાવ્યા !

20 March 2018 09:24 PM
Rajkot Gujarat
  • કોંગ્રેસના ધારાસભ્ય જામીનગીરી નોંધાવી ૩ ને છોડાવ્યા !

એક જ કુટુંબના ૫ સભ્યોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો'તો !

Advertisement

ઠાસરા વિધાનસભાની કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ત્રણ વ્યક્તિઓના જાતે જામીન થતાં આ ત્રણ વ્યક્તિઓનો જેલમાંથી છુટકારો થયો છે.
ઠાસરા તાલુકાના ગુમડીયા ગામના ખેતીની જમીનમાં જવા માટે રસ્તા અંગે કોઈ ઉકેલ સત્તાવાળાઓ લાવી ન શકતાં એક જ કુટુંબના પાંચ લોકો કીરીટસિંહ ફતેહસિંહ, જયેન્દ્રસિંહ અનુપસિંહ, ફતેહસિંહ દોલતસિંહ, તથા શારદાબેન ફતેહસિંહ અને પાંચ વર્ષની પ્રિયાએ ત્રણ દિવસ પહેલાં પોતાના ઘર આગળ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ હતી.
તેમને મામલતદાર સમક્ષ રજૂ કરાયા હતા. જેમના જામિન તરીકે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે અરજી કરીને તેમને છોડાવ્યા હતા. આમ વિરોધ પક્ષના એક ધારાસભ્ય માનવતા દાખવી શકે છે તેવું સાબિત કર્યું છે.


Advertisement