ચાઈનીઝ મોટર કંપની ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા બમણી કરશે

20 March 2018 12:16 PM
Business India
  • ચાઈનીઝ મોટર કંપની ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા બમણી કરશે

મોરિસ બ્રાન્ડ સાથે આવતા વર્ષે એસયુવી લોન્ચ કરશે

Advertisement

નવી દિલ્હી તા.19
2019માં મોરિસ ગરાજીસ (એમજી) સાથે ભારતીય બજારમાં ઉતરનાર ચીનના ઓટો નિર્માતા એસએઆઈવી મોટર 2025 સુધીમાં પોતાની હાજરી પ્રસ્થાપિત કરવા રૂા.5000 કરોડનું રોકાણ કરશે.
આ રોકાણનો ઉપયોગ ગુજરાતમાં હાલોલ ખાતે ઉત્પાદનક્ષમતા 80000થી 100000 યુનિટથી બમણી કરવાનો અને સ્થાનિક બજારમાં નવી પ્રોડકટસ લોન્ચ કરવાનો છે. ચાલુ વર્ષના અંત સુધીમાં કંપની 1000 કર્મચારીઓની ભરતી કરશે અને વિસ્તરણના પ્રથમ તબકકાના અંતે કર્મચારીઓની સંખ્યા 2000 કરશે. બીજા તબકકામાં હાલોલ ખાતે વધુ 1 લાખ યુનિટની ઉત્પાદનક્ષમતા ઉમેરવામાં આવશે.
એમજી મોટર ઈન્ડીયાના પ્રેસીડેન્ટ રાજીવ ચાબાના જણાવ્યા મુજબ ભારતમાં 15-20 વર્ષની હાજરી પછી પણ મલ્ટીનેશનલ કંપનીઓનો સંયુક્ત હિસ્સો 20%થી ર્ઓછો છે. અમે જો પાંચ-છ વર્ષમાં બે લાખ યુનીટ બચી શકીએ તો એ સારી સફળતા હશે. 2019ના બીજા કવાર્ટરમાં કંપની સ્પોર્ટસ યુટીલીટી વ્હીકલ લોંચ કરી આક્રમક માર્કેટીંગ શરુ કરશે. જરૂરિયાત, એમજી મોટર ઈન્ડીયા દેશમાં આગામી બે વર્ષમાં 300 સેલ્સ અને સર્વિસ પોઈન્ટ ઉભા કરશે.


Advertisement