પૃથ્વી સાથે અથડાનારી વિશાળ ઉલ્કાને નષ્ટ કરવા અણુબોંબ ઝીંકાશે

20 March 2018 12:13 PM
Astrology India
  • પૃથ્વી સાથે અથડાનારી વિશાળ ઉલ્કાને નષ્ટ કરવા અણુબોંબ ઝીંકાશે
  • પૃથ્વી સાથે અથડાનારી વિશાળ ઉલ્કાને નષ્ટ કરવા અણુબોંબ ઝીંકાશે

21 સપ્ટેમ્બર, 2135એ 1600 ફુટ પહોળી, 74 અબજ પાઉન્ડ વજન ધરાવતી બેન્નુને ખતમ કરવાની યોજના ; બેન્નુનો નાશ કરવા હેમર અવકાશયાન બનાવવા યોજના: અત્યારથી યુદ્ધના ધોરણે તૈયારી ; અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ બેન્નુના નમુના એકત્ર કરવા ઓસિરિસ-રેકસ મિશન મોકલ્યું

Advertisement

નાસા અણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે, ગભરાવાની જરૂર નથી. પૃથ્વી પર નહીં પણ ભવિષ્યમાં પૃથ્વી સાથે અથડાવાની શકયતા ધરાવતી ઉલ્કાને નષ્ટ કરવા એનો હેતુ છે. બેન્નુ નામની આ ઉલ્કા 1 સપ્ટેમ્બર 2135એ પૃથ્વી પર તૂટી પડે તેવી 2700માંથી 1 શકયતા ધરાવે છે. તેથી એ પૃથ્વી પર પહોંચે એ પહેલાં જ એનો નાશ કરવં નાસા આયોજન કરી રહી છે.
પૃથ્વી પર બેન્નુ ખાબકે એવી શકયતા નહીવત હોવા છતાં નાસા આવી સંભાવનાને પહેલેથી જ નિર્મુળ બનાવવા માંગે છે. નાસાના વિજ્ઞાનીઓ ઉલ્કાનો સીધી રીતે ખાતમો બોલાવવા નથી વિચારતા, પણ જો એ પૃથ્વીની નજીક આવતી દેખાશે તો એનો અણુબોંબથી નાશ કરવા વિચારે છે હાલમાં બેન્નુ પૃથ્વીથી 540 કરોડ માઈલ દૂર સૂર્યની પ્રદક્ષિણા કરી રહી છે. આ ઉલ્કા 1600 ફુટ પહોંચી છે અને એનું વજન 74 અબજ પાઉન્ડ છે.
એસ્ટ્રોઈડ બેન્નુ સપ્ટેમ્બર 2135માં પૃથ્વીની નજીક આવશે. નાસાના વિજ્ઞાનીઓની આગાહી મુજબ પૃથ્વી સાથે એ અફવાની પાંખી શકયતા છે. તેથી નાસાએ નેશનલ ન્યુકિલયર સિકયુરીટી એડમીનીસ્ટ્રેશન અને બે એનર્જી ડીપાર્ટમેન્ટ વેમન્સ લેબ સાથે મળી હેમર નામનું અવકાશયાન બનાવવા આયોજન કર્યું છે. હેમર હાઈપરવેલોસીટી એસ્ટ્રોઈડ મીટીગેશન મિશન ફારે ઈમરજન્સી રિસ્પોન્સનો ટુંકાક્ષરી શબ્દ છે.
નાસા માને છે કે હંકાર અવકાશયાન દ્વારા તે ઉલ્કા તરફ અણુશસ્ત્ર છોડી શકશે, પૃથ્વી નજીક બેન્નુ ન આવે એ માટે વિજ્ઞાનીઓ બે રસ્તા વિચારી રહ્યા છે. ઉલ્કા જે નાનકડી હશે તો હેમર સ્પેસક્રાફટ 8.8 ટન ‘ઈમ્પેકટર’ નો ઉપયોગ કરી એસ્ટ્રોઈડને તોડી પાડશે. પરંતુ જો એ વિશાળ હશે તો હેમર એને અણુબોંબથી થોડી પાડશે.
લોરેન્સ લાઈવમોર નેશનલ લેબોરેટરીના ભૌતિકશાસ્ત્રી ડેવિડ ડીઅરબોર્નની યોજના જુદી છે. તેમના મત મુજબ ઉલ્કા તોડી પાડવા અણુબોંબની જરૂર નથી, ડીઆરઓને કહે છે કે એસ્ટ્રોઈડને ધીમી પાડી. એક કરતાં વધુ હેમર ક્રાફટ સાથે બોંબમારો કરી એનો રસ્તો બદલી કાઢવો જોઈએ.

Related image
હેમર મિશન નવી વાત નથી. જર્નલ એકટા એસ્ટ્રોનોટિકામાં 2010માં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં પણ આ આઈડીયા સૂચવવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ સ્પેસક્રાફટનો ઉપયોગ કાઈનેટીક ઈમ્પેકટર તરીકે અથવા વિસ્ફોટક પદાર્થો ભરેલા યાન તરીકે કરવા વાસ્તવિક પગલાની વિચારણા કરવામાં આવી હતી. ટુંકમાં, હેમર પ્રોજેકટનું ભાવિ અનિશ્ર્ચિત છે અને નાસા હાલમાં નમુના એકત્ર કરી પૃથ્વી પર પાછા લાવવા બેન્નુ તરફ ઓસીરિસ-રેકસ મિશન પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. નાસાના જણાવ્યા મુજબ ઓસિરિસ રેકસ હાલમાં આગળ ધપી રહ્યું છે અને બેન્નુ એસ્ટ્રોઈડ ખાતે ડિસેમ્બર 2018માં આવી પહોંચે. આ સ્પેસક્રાફટ ટાડામાં પૃથ્વીથી 2.96 કરોડ માઈલ દૂર છે અને અવકાશયાનમાં પાણીનો અભ્યાસ કરી એ ઘટાડવા માટે તૈયાર કરાયેલા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં અવકાશયાનના થર્મલ ગુણધર્મોનો રૂટીન ઈનફલાઈટ અભ્યાસ દરમિયાન, મિશનથી નેવીગેશન ટીમની નજરે સેમ્પલ રીટર્ન કેપ્સ્યુલ (એલઆરસી) જયારે સૂર્યપ્રકાશમાં આવી ત્યારે અવકાશયાનની ઝડપમાં અણધાર્યો પણ મામુલી વધારો જોવા મળ્યો હતો. મીશનની ટીમના માનવા મુજબ યાનમાંથી પાણી ગેલવાટે બહાર ગયું એ એસઆરસીના ઉષ્ણ કવચમાં શોષાઈ જવાના કારણે મામુલી ધકકો વાગ્યો હતો. આમ તો તમામ અવકાશયાનમાં અન્ય સામગ્રી પદાર્થ ખાલી કરતી વખતે પાણી રહી જાય છે અને એ પછી એ ગેસરૂપે બહાર નીકળે છે. ઓસિરિસ- રેકસને લાગેવળગે છે ત્યાં સુધી વિજ્ઞાનીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે એસઆરસી જયારે સૂર્યની 1 એસ્ટ્રોનોમીકલ યુનિટ (1 એયુ બરાબર 9.3 કરોડ માઈલ)થી ઓછા અંતરે હોય ત્યારે યાનમાં ફસાયેલું પાણી છટકી જઈ હળવો ધકકો મારતું હતું. અન્ય મિશનો માટે હળવો ધકકો સમસ્યા સર્જતો નથી, પણ ટાર્ગેટ એસ્ટ્રોઈડ બેન્નુ ખાતે ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી હળવો ધકકો પણ ઓસિરિસ રેકસ મિશન માટે પ્રદક્ષિણાની મુશ્કેલ બનાવી શકે છે.
આ સમય નકકી કરવામાં અવકાશયાનની સૂર્યની નજદીકી (1 એયુ કરતા ઓછી) અને એ ગાળામાં કોઈ વૈજ્ઞાનિક અભ્યાસનું આયોજન નહીં થયાની બાબત ધ્યાનમાં લેવામાં આવી હતી. આઉટગેસીંગ કાર્યક્રમ આઉટ બાઉન્ડ કુઝ ઓપરેશન (ઉડ્ડયન દરમિયાનની કામગીરી) સાથે ચાલી રહ્યું છે અને એથી બેન્નુ ખાતે અવકાશયાનના આગમનના સમયમાં કોઈ ફેર નહીં પડે.
ઓકટોબર મધ્યથી શરૂ કરી અવકાશયાનને એસઆરસીના જુદા જુદા ભાગ સીધી રીતે સુર્યપ્રકાશ સામે આવે અને આઉટસોર્સીંગ કરી શકે એ માટે જુદા જુદા અલોકમાં મુકવામાં આવ્યું હતું. ઉલ્કાની નજીક કામગીરી વખતે સૂર્ય સામે આવનારા એસઆરસીના ભાગોને અગ્રતા આપવામાં આવી છે.


મિશનની ટીમ દરેક અક્ષાંશે આઉટગેસિંગનો રેટ શોધી એને માપવામાં સફળ રહ્યા છે, ટીમને લાગ્યું છે કે ધાર્યા પરિણામે પાણી દૂર થઈ રહ્યું છે. આ કામગીરીનો હેતુ સુધારા કર્યા વગર અવકાશયાન બેન્નુ ફરતે આયોજીત બેસલાઈન ટ્રેજકેટરીએ ઉડી શકે એ રીતે આઉટગેસિંગનો દર ઘટાડવાનો છે. પ્રાથમીક નિર્દેશો મુજબ કાર્યક્રમ હેતુ તરફ આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમ જાન્યુઆરી 2018 સુધી ચાલશે.
101955 બેન્નુ (હંગામી ધોરણે એને 1999 આરકયુ 36નો દરજજો નામ આપવામાં આવ્યું છે.) એપોલો ગ્રુપમાં કાર્બોનેસીયલ ઉલ્કા છે. લિનીઅર પ્રોજેકટ સપ્ટેમ્બર, 1999એ એની શોધ કરી હતી, એ જોખમી પદાર્થ છે, અને એને સેન્ટ્રી રિસ્ક ટેબલમાં પાલેર્મો ટેકનીકલ ઈમ્પેટ હઝાર્ડ સ્કેલમાં ત્રીજું ઉંચુ રેટીંગ આપવામાં આવ્યું છે. 22મી સદીના પાછળના ભાગમાં પૃથ્વી સાથે ટકરાવાના 2700માં 1ની શકયતાએ રેટીંગ આપવામાં આવ્યું છે.
એસ્ટ્રોઈડ બેન્નુના ઈકવેટર સાથે સ્પષ્ટ પહાડી (પીઢ) છે. આવી પહાડીની ઉપસ્થિતિ સૂચવે છે કે એ ક્ષેત્રમાં કદાચ ઓછા ગુરુત્વાકર્ષણ અને ઝડપી પ્રદક્ષિણાના કારણે પાલાદાર રજકણો એકત્ર થયા છે.
2007માં સ્પાઈત્ઝર સ્પેસ ટેલીસ્કોપ દ્વારા આ નાના ઉપગ્રહનું નિરીક્ષણ કરાતાં ઘણાં તથ્યો સામે આવ્યા હતા. 500 મીટરનો વ્યાસ ધરાવતી ઉલ્કા પૃથ્વી પર દર 130000 વર્ષે ત્રાટકવાની શકયતા હોય છે. એન્ડ્રીઆ મિલાની અને તેના સહયોગીઓએ 2010માં કરેલા અભ્યાસ મુજબ 2169 અને 2199 વચ્ચે બેન્નુની સંભવિત આઠ અસરોની આગાહી કરવામાં આવી હતી, એ વખતે બેન્નુની ભૌતિક રચના વિષે પૂરતી માહિતી નહોતી એથી અસરની પુરી શકયતાનો પણ તાગ મળ્યો નહોતો, પણ તમામ આઠ ઉલ્કા પતનમાં એ શકયતા 0.071% થી વધુ નહોતી જણાઈ.
1999, 2005 અને 2011માં રડાર ઓબ્ઝર્વેશનના આધારે શેઈપ મોડેલ અને એસ્ટ્રોમેટ્રીના પ્રકાશનથી યાર્કોવ્સ્કી એકસીકરેશનનો સંશોધીત અંદાજ કાઢવાનું અને અસરની સંભાવનાનું સંશોધીત આકલન શકય બન્યું હતું. 2014ના અંદાજ મુજબ ઉલ્કા ખાબકયાની શકયતા 0.37% છે.
ઉલ્કા જો ખરેખર પૃથ્વી પર ખાબકે તો એ સાથે વછૂટનારી કાઈનેટીક ઉર્જા 1200 મેગાટોન જેટલી હશે.


Advertisement