પ્રભાસપાટણમાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલિન્ડરનું વેંચાણ પાકડાયું

20 March 2018 12:26 AM
Rajkot Crime Gujarat Saurashtra
  • પ્રભાસપાટણમાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલિન્ડરનું વેંચાણ પાકડાયું

મામલતદારનો સપાટો..11 બાટલા સીઝ કરાયા..

Advertisement

આજે પ્રભાસ પાટણમાં એક અનાજ કરીયાણાની દુકાનમાં રાંધણ ગેસના બાટલાના ગેરકાયદેસર વેંચાણનો પર્દોફાશ થવા પામ્યો હતો.

વેરાવળ મામલતદાર અને પુરવઠા વિભાગની ટિમ દ્વારા દરોડો પાડી 11 સિલિન્ડર કબ્જે કરવામાં આવ્યા હતા. પ્રભાસ પાટણના જુના મ્યુઝિયમ પાસે આવેલી શક્તિ કિરણાં ભંડાર નામની દુકાનમાં વેચાણ કરતો પવન વધવાની નામના સંચાલકને ત્યાંથી ઝડપાયેલા સિલિન્ડરોમાં ઘર વપરાશના રાંધણ ગેસના તેમજ કોમર્શિયલ સિલિન્ડરોનો સમાવેશ થતો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

વેરાવળ મામલતદાર પ્રજાપતિએ તમામ સિલિન્ડર સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજના આ દરોડાથી ગેસ સિલિન્ડરમાં ઘાલમેલ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


Advertisement