સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

19 March 2018 04:32 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

Advertisement

બારાઈ પરીવારનું સ્નેહમિલન યોજાયુ
તા.19ના રોજ દેવભૂમિ દ્વારા જીલ્લાના ઓખા મુકામે ભારતના સમસ્ત બારાઈ પરિવારનું સ્નેહ મીલન તથા સમુહ નૈવેદ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી સુદ બીજના આ સ્નેહમીલનમાં તજસ્વી તારલાઓનું બહુમાન કરાયું હતું. ગાયત્રી હવન જેવી ધાર્મિક તથા સામાજીક પ્રવૃતિઓ કરવાની હોય ભારતમાંથી સમસ્ત બારાઈ કુટુંબ સામેલ થયા છે.
શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાનું આયોજન થયું
ગોંડલમાં ચૈત્રી માસના પ્રથમ નોરતે તા.18 રાત્રીના 8થી 12 શ્રી બહુચર માતાજીના આનંદના ગરબાનું આયોજન મહેશભાઈ એન. વાડોદરીયાના નિવાસસ્થાન ગુંદાળા રોડ રેલ્વે ફાટક પાસે વાઘવાડી ગોંડલ ખાતે કરાયુ હતું.

ગોંડલ નજીક આવેલ ફેકટરીઓમાં વેટ વિભાગના દરોડા: ફેકટરીઓમાંથી સાહિત્ય કબજે કરાયું
ગોંડલ નજીક આવેલા હડમતાળા જીઆઈડીસીમાં અને મોવિયા રોડ ઉપર આવેલ ફેકટરીમાં વેટ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને સાહિત્ય કબજે કરી કાર્યવાહી કરાતા ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ વેટ વિભાગના અધિકારી ભાડાસિયા સહિતનાઓ દ્વારા ગોંડલ પાસે આવેલ હડમતાળા જીઆઈડીસી તેમજ મોવિયા રોડ ઉપર આવેલ એક ફેકટરીમાં વેટ અંગેના દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એક ફેકટરીમા સાહિત્ય જપ્ત કર્યુ હોવાનું જણાવ્યુ હતું. જયારે અન્ય એક ફેકટરીમાં રૂા.1.83 લાખનો ગોટાડો સામે આવ્યો હોવાનું જણાવ્યુ હતું.

ગાધકડામાં ચૈત્રી નવરાત્રીનો આરંભ
આશાપુરા માતાજી મંદિર ચૈત્રી મહોત્સવ શકિતપીઠ સમાન સાવરકુંડલાથી 14 કી.મી.દ ર ગાધકડામાં આશાપુરા માતાજીનું મંદિર શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક છે. અનેક લોકો સૌરાષ્ટ્ર-ગુજરાતી અને મહારાષ્ટ્રમાંથી આસ્થાભેર શ્રધ્ધાળુઓ આવે છે. આજથી પ્રારંભ થનાર ચૈત્રી નવરાત્રી મહોત્સવ દરમ્યાન હવન, મહાઆરતી માતાજીને દરરોજ શણગાર અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગેની પૂર્વ તૈયારી રમેશભાઈ ધામી પરિવારે કરેલ છે.

કેશોદના મઢળા ગામે ભાગવત કથા
કેશોદ તાલુકાના મઢળા ગામે સોનલ આઈ ધામ તથા ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં એક શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.18/3થી સોનલ માંના મંદિરથી કથા સ્થળ સુધી વાજતે ગાજતે વિશાળ ધર્મપ્રેમી જનતાની હાજરીમાં પોથી યાત્રા નીકળી હતી. આ કથાના વ્યાસપીઠ પર પ.પૂ. ક્રિષ્ના દીદી (રાજકોટ વાળા) પોતાની આગવી શૈલી સાથે સંગીતના શુરો સાથે ભાવિકોને કથાનું રસપાન કરાવશે.
ભાગવત કથા દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.20ને મંગળવારે કાન કોપી મંડળી દ્વારા કાર્યક્રમ તથા તા.21ને બુધવારે રાત્રે 9-30 એ કબીર વાણી ભજન (ઈન્દોર) દ્વારા કાર્યક્રમ, તા.23ને શુક્રવારે રાત્રે 9-30 સંતવાણીનો કાર્યક્રમ તેમજ તા.23/3થરી 24એ આયુર્વેદીક દવાના કેમ્પનું આયોજન કરવામાં આવશે.

મેણ ગામે યુવાન પર સાત શખ્સોનો તલવાર વડે હુમલો
ઉનાના મેણ ગામે રહેતા મુનુસભાઈ હારૂનભાઈ જાધરાને અગાઉ થયેલા ઝગડાનું મનદુ:ખ રાખી અસરફખા બ્લોચ, હનીફખા કેસરખા બ્લોચ, સફી દાદાભાઈ જેઠવા, સફીભાઈ જેઠવા તેમજ અન્ય ત્રણ શખ્સો દ્વારા મુનુસભાઈ પર તુટી પડયા હતા અને આ શખ્સોએ ભુંડીગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી એકસંપ થઈ લાકડાના ધોકા લોખંડના પાઈપ તથા તલવાર વડે જેવા જવલેણ હથીયારો ધારણ કરી મારમારી ઈજા પહોંચાડતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય આ બાબતે તમામ શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગોંડલ વિપ્ર પરિણીતા આપઘાત કેસમાં સાસરિયાઓ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ગોંડલના ભવનાથ નગરમાં રહેતા અંકીતાબેન અમિતભાઈ મીશ્રા બ્રાહ્મણ પરીણીતાએ બે માસ પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં નડીયાદ રહેતા પરીણીતાના માતા અનીતાબેન અશોકભાઈ શુકલએ ગોંડલ પોલીસ મથકમાં પોતાની પુત્રીને દહેત માટે મરવા મજબુર કર્યુ હોવાનું જણાવી પતિ અમિત, સસરા એડવોકેટ દીપક મીશ્રા, સાસુ ભાવનાબેન તેમજ નણંદ શ્ર્વેતાબેન વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 306 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઈ સંદીપ રાદડીયાએ હાથ ધરી છે.

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ગામના પાટીયા પાસે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ગામ પાસે શકિતમાન ફેકટરીની બાજુમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસના જમાદાર પી.એમ. જાડેજા દોડી જઈ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડયો હતો. અજાણ્યો પુરૂષ પ્રાથમીક દ્દષ્ટિએ માનસીક અસ્થિર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું.

ગોંડલ નવા માર્કેટીંગયાર્ડમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડમાં સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસની અલગ અલગ બ્રાન્ચ દ્વારા અવારનવાર જુગાર અંગે દરોડા પાડવામાં આવતા હોય છે. આજરોજ સવારના સુમારે સ્થાનિક પોલીસે દરોડો પાડી છાપરા નંબર ત્રણમાં પીલોર નંબર 20 પાસે જુગાર રમતા મીથુન હીરાભાઈ ડાભી, બાબુ રવજીભાઈ કુકડીયા, રાજુ કેશુભાઈ પીપળીયા, મનોજ વલ્લભભાઈ બાવલક્ષયા તેમજ રાજુ મનજીભાઈ મકવાણાને રોકડા રૂા.5,880 સાથે ઝડપી લઈ વધુ તપાસ પોલીસ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડે હાથ ધરી હતી.


Advertisement