રાજકોટ ડેરીના ચેરમેન પદે ગોવિંદભાઈ ૫ મી વાર બિનહરીફ

16 March 2018 09:54 PM
Rajkot Saurashtra
  • રાજકોટ ડેરીના ચેરમેન પદે ગોવિંદભાઈ ૫ મી વાર બિનહરીફ

૨૦૦૩ થી અત્યાર સુધી ગોવિંદભાઈ સતત બિનહરીફ થતા આવે છે.

Advertisement

રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચુંટણી દરમિયાન કોઈએ ગોવિંદભાઈ રાણપરીયા સામે ફોર્મ નહિ ભરતા તેઓને ડેરીના ચેરમેન પદે બિનહરીફ જાહેર કરાયા હતા. અત્રે એ નોંધનીય છે કે ગોવિંદભાઈ રાણપરીયા ડેરીના ચેરમેન પદે સતત ૫ ટર્મથી ચૂંટાતા આવે છે. તેઓએ ૨૦૦૩ થી અત્યાર સુધી આ પદે રહીને બખુભી ફરજ નિભાવી છે. રાજકોટ કલેકટર અને પ્રાંત અધિકારીની હાજરીમાં યોજાયેલ ચુંટણી દરમિયાન ગોવિંદભાઈ રાણપરીયા ચેરમેન પદે બિનહરીફ જાહેર થતા તેઓના સમર્થકોએ આતશબાજીથી આ વાતને વધાવી એકબીજાના મો મીઠા કર્યા હતા.


Advertisement