હેપીનેસ ઈન્ડેકસમાં ભારત 11 સ્થાન પાછળ ધકેલાયું : પાકિસ્તાને પાંચ સ્થાનનો જમ્પ માર્યો

15 March 2018 11:11 AM
India
  • હેપીનેસ ઈન્ડેકસમાં ભારત 11 સ્થાન પાછળ
ધકેલાયું : પાકિસ્તાને પાંચ સ્થાનનો જમ્પ માર્યો

Advertisement

મુંબઈ: યુનાઈટેડ નેશન્સ દ્વારા ગઈકાલે ધ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ-2018 બહાર પાડવામાં આવ્યો હતો.જેમાં સેન્ટા કલોઝનાં દેશ તરીકે ઓળખાતા ફિનલેન્ડનો નંબર પહેલો રહ્યો હતો.ત્યારબાદ બેથી દસમાં ક્રમાંકે અનુક્રમે નોર્વે, ડેન્માર્ક, આઈસલેન્ડ, સ્વીટઝરલેન્ડ, નેધરલેન્ડસ, કેનેડા, ન્યુ ઝીલેન્ડ, સ્વીડન અને ઓસ્ટ્રેલીયાનું સ્થાન રહ્યું છે. 2017 માં ભારતનો નંબર આ રીપોર્ટમાં 122 માં સ્થાને હતો જે 2018 માં 11 નંબર પાછળ આતંકવાદથી ઘેરાયેલા પાકિસ્તાનનો નંબર ગયા વર્ષે 80 મો હતો. પણ એણે પાંચ નંબરનો જમ્પ મારીને આ વખતે 75 મું સ્થાન મેળવ્યુ છે.
શ્રીલંકા પણ 120 નંબરથી આગળ વધીને 116 માં નંબરે પહોંચી ગયુ છે.યુનાઈટેડ નેશન્સ 2012 થી દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડે છે. દેશના લોકો કેટલા ખુશ છે એની જાણ આ રિપોર્ટમાં થાય છે. 55 લાખ માણસોની વસ્તી ધરાવતાં ફીનલેન્ડમાં 7 લાખ લોકો બહારથી આવીને વસ્યા છે. તેઓ એકદમ ખુશ છે અને આ દેશમાં ભ્રષ્ટાચારનું નામ નથી.
લોકોને ટેન્સન ન હોવાથી તેમની આવરદા પણ વધારે છે. અને તેમને સરકાર તરફથી સોશ્યલ સપોર્ટ પણ મળી રહે છે.
વિશ્ર્વમાં સૌથી ધનાઢય દેશ તરીકે જેની ગણના થાય છે અને જે દેશમાં સૌથી વધારે અબજોપતિઓ રહે છે એવા અમેરિકાનો 2017 માં આ રિપોર્ટમાં 14 મો ક્રમાંક હતો, પણ આ વખતે એ ચાર સ્થાન પાછળ ધકેલાઈને 18 માં સ્થાને પહોંચ્યુ છે ટોપ 10 દેશોમાં બ્રિટન કે અમેરિકાનો નંબર નથી.


Advertisement