ભોજન બાબતે ફરિયાદ કરતા ગુમાવ્યો જીવ

13 March 2018 10:41 PM
Rajkot Crime India
  • ભોજન બાબતે ફરિયાદ કરતા ગુમાવ્યો જીવ

Advertisement

નવી દિલ્હી: દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં નજીવી બાબતે એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એક શખસ દ્વારા જમવાની ક્વૉલિટીની ફરિયાદ કરાતા ઢાબાના ત્રણ કર્મચારીઓએ કથિતપણે તેની હત્યા કરી દીધી. આ ઘટના રવિવારની છે. આરોપ અનુસાર, પવન નામનો એક યુવક રવિવારે ઢાબા પર જમવા માટે ગયો હતો જ્યાં તેણે ફૂડની ક્વોલિટી અંગે ફરિયાદ કરી હતી જ્યાર બાદ ત્રણ આરોપી તેન પર તૂટી પડ્યા હતા અને રસોડામાં ઉપયોગમાં લેવાતા હથિયારોથી પવનની હત્યા કરી નાખી.
પોલીસે જણાવ્યું કે, પવન ઈસ્ટ વિનોદ નગરમાં પોતાનું ઢાબું પણ ચલાવતો હતો. રવિવારે બપોરે તે પોતાના એક મિત્ર સાથે પ્રીત વિહાર રેડલાઈટ પાસેના ફૂટપાથ પર ચાલી રહેલા કમલ ઢાબા પર ચૉપ ખાવા માટે ગયા હતા.
ઘટના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે પવનને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૌત થયું હતું. પોલીસ તપાસમાં ઢાબા પરથી હત્યામાં વપરાયેલા હથિયારો અને લોહીથી ખરાડાયેલા કપડાં પણ મળ્યા હતા. પોલીસે ત્રણે આરોપીઓને અરેસ્ટ કરી લીધા છે.


Advertisement