ભરૂચમાં આખલાએ મહિલાને ઢીકે ચડાવી !

13 March 2018 09:22 PM
Rajkot Gujarat
  • ભરૂચમાં આખલાએ મહિલાને ઢીકે ચડાવી !
  • ભરૂચમાં આખલાએ મહિલાને ઢીકે ચડાવી !

Advertisement


ભરૂચઃ ઘણી વખત રોડ પર રખડતા પ્રાણીઓને કારણે સામાન્ય રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાઈ જાય છે. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં એક આખલો રોડ પર ચાલતા જઈ રહેલી મહિલાને ફૂટબોલની જેમ હવામાં ફંગોળી ફેંકે છે.
વાઈરલ થયેલા વીડિયો સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ભરૂચ સેવાશ્રમ રોડ વિસ્તારની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોડની સાઈડ પર એક આખલો ચાલતા ચાલતા પ્રથન એક બાઈક પર બેસેલા વ્યક્તિને ટક્કર મારે છે અને ત્યાર બાદ રોડ આગળ ચાલતી મહિલાને પાછળથી અચાનક જ ટક્કર મારી હવામાં ઉછળે છે.
આ મસગ્ર ઘટના નજીકમાં આવેલી દુકાનના cctv માં રેકોર્ડ થઈ હતી. મહિલા કોણ હતી અને હાલમાં તેની સ્થિતિ કેવી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.


Advertisement