બેંકો ઈશ્યુ નહીં કરી શકે LOU & LOUS (લેટર ઓફ અંડરટેકિંગ અને લેટર ઓફ કમ્ફર્ટ

13 March 2018 09:19 PM
Rajkot India
  • બેંકો ઈશ્યુ નહીં કરી શકે LOU &  LOUS (લેટર ઓફ અંડરટેકિંગ અને લેટર ઓફ કમ્ફર્ટ

RBIએ બેંકો દ્વારા LoU અને LoCs ઈશ્યુ કરવા પર રોક લગાવી દીધી લેટર ઑફ અન્ડરટેકિંગ (LoU)એક પ્રકારની ગેરેન્ટી છે, જેના આધારે બીજી બેંકો ખાતેદારને પૈસા આપે છે.

Advertisement

દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડનું મૂળ લેટર ઑફ અન્ડરટેકિંગ (LoU)પર રિઝર્વ બેંક ઑફ ઈન્ડિઆ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ બેંકો દ્વારા LoU ઈશ્યુ કરવા પર રોક લગાવી દીધી છે. અબજોપતિ જ્વેલર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ આના દ્વારા દેશની બીજી સૌથી મોટી બેંકમાં 13 હજાર કરોડ રૂપિયાના ઘોટાળાને અંજામ આપ્યો હતો.

RBIએ કહ્યું કે, ટ્રેડ ફાયનાન્સ માટે LoU અને લેટર ઑફ કમ્ફર્ટ (LoCs)ના ઉપયોગને રોકવાવાળો નિર્ણય તાત્કાલિક પ્રભાવથી લાગૂ થઈ ગયો છે. સેન્ટ્રલ બેંકે ઈન્ડિયાએ એક નૉટિફિકેશનમાં કહ્યું કે, ‘વર્તમાન દિશાનિર્દેશોની સમીક્ષા બાદ ભારતમાં આયાત માટે LoUs/LoCs ઈશ્યુ કરવા પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવવામાં આવી રહી છે.’
પંજાબ નેશનલ બેંકે જાણકારી આપી હતી કે, વિદેશોથી સામાન મંગાવવાના નામ પર છેતરપિંડીવાળા LoUs દ્વારા 12,967 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો. ત્યારબાદ CBI અને ED સહિત ઘણી એજન્સીઓએ PNB કૌભાંડની તપાસ શરૂ કરી દીધી હતી. RBIના નૉટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં આયાત માટે ટ્રેડ ક્રેડિટ, લેટર ઑફ ક્રેડિટ અને બેંક ગેરેન્ટીઝ નિયમો અંતર્ગત ઈશ્યુ કરી શકાય છે.

લેટર ઑફ અન્ડરટેકિંગ (LoU)એક પ્રકારની ગેરેન્ટી છે, જેના આધારે બીજી બેંકો ખાતેદારને પૈસા આપે છે. વ્યાપારી આનો ઉપયોગ વિદેશોથી સામાનની આયાત કરવા માટે કરે છે. જો ખાતેદાર ડિફૉલ્ટ કરી જાય તો LoU ઈશ્યુ કરનારી બેંકની એ જવાબદારી બને છે કે, તે સંબંધિત બેંકના બાકી નીકળતા રૂપિયા ચૂકવે.
PNBના કર્મચારીઓએ કૌભાંડના આરોપીઓ સાથે મળીને બનાવટી રીતે સ્વિફ્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓના પક્ષમાં LoUના મેસેજ મોકલ્યા. વિદેશોમાં બેંકોની શાખાઓ માટે સ્વિફ્ટ મેસેજ એક ગેરેન્ટી સમાન હોય છે, જેના આધારે બેંક મેસેજમાં જે બેનિફિશરીનું નામ હોય તેને લોન આપે છે.


Advertisement