રાજકોટમાં જુના માર્કેટ યાર્ડના ખડ વિભાગમાં લાગેલી વિકરાળ આગ : ૧૫ કરોડના નુકશાનની આશંકા

13 March 2018 08:43 PM
Rajkot
  • રાજકોટમાં જુના માર્કેટ યાર્ડના ખડ વિભાગમાં લાગેલી વિકરાળ આગ  : ૧૫ કરોડના નુકશાનની આશંકા

વિકરાળ આગમાં બારદાન રાખ થઇ ગયા : શેડ પણ ધરાશયી

Advertisement


રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં સરકારી ગોડાઉનમાં રાખવામાં આવેલા બારદાનના જથ્થામાં ભીષણ આગ ભભૂકી ઉઠતા રામ્યુકોના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી જઈને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખરીદવામા આવતા મગળફળી અને તુવેરના જથ્થાને ભરવા માટે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલા બારદાનના મોટા જથ્થામાં આજે મોડી સાંજે આગ ભભૂકી ઉઠી હતી. ખડ વિભાગમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે તેમાં મોટી સંખ્યામાં બારદાન બળી ગયા છે. આગની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને આગ બુઝાવવાની કામગીરી શરુ કરી છે. પરંતુ આગ ખૂબ પ્રમાણમાં ફેલાઇ હોવાથી તેના પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે. આગને કારને મહાકાય યાર્ડનો શેડ પણ ધરાસાયી થઇ ગયો છે. કોઈ જાનહાની નથી પણ તમામ બારદાન ભસ્મીભૂત થઇ ગયા છે.

અત્રે નોંધનીય છે કે ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા તેના પર રાજકારણ ગમાયુ હતું અને કૌભાંડની શંકાઓ વ્યક્ત કરાઇ હતી ત્યારે હવે રાજકોટમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગી છે. તેથી આ આગ કેવી રીતે લાગી અને ફાયરસેફ્ટીના સાધનો હતા કે નહીં તે અંગે પણ પ્રશ્નો ખડા થયા છે.

બીજી બાજુ ડી.કે. સખીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળે પહોચી જઈને પત્રકારોને માહીતી આપી હતી કે યાર્ડના શેડ ખાલી હોય તેમજ ચાર સંસ્થા દ્વારા અહી મગફળી તોલમાપ કાર્ય ચાલુ હોય, તેમાં ખાલી બારદાન રાખવામાં આવ્યા હતા. યાર્ડમાં સીસી કેમેરા હોય, આગનું કારણ જાણવા મળી જશે તેમજ આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરાશે તેવું સખીયાએ જણાવ્યું હતું


Advertisement