રવિવારે વરસીતપ અારાધકોના અતરવાયણા

13 March 2018 08:39 PM
Rajkot
Advertisement

રાજકોટ, તા. ૧૩ જૈનાચાયૅ પૂ. શ્રી જશાજીસ્વામીની સ્વગાૅરોહણ શતાબ્દી ઉપલક્ષે પૂ. શ્રી ધીરગુરૂદેવની પ્રેરણાથી સમુહ વરસીતપ અારાધનામાં રાજકોટમાં ર૦૦ જેટલા તપસ્વીઅો જોડાયા છે. જેઅોના પ્રતિ મહિને સંઘરુદાતાઅોના સૌજન્યથી સમુહ અતરવારણા યોજાઈ રહેલ છે. જેમાં સ્થા. જૈન મોટા સંઘ, ભકિતનગર સંઘ હ.ડો.ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીઅા, ડો. ભરતભાઈ મહેતા પરિવાર પ્રેરીત મહાવીરનગર સંઘમાં અને રંજના જયંત કામદાર પ્રેરીત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયા બાદ પંચમ મણકામાં જંકશન પ્લોટ સંઘ પ્રેરીત શ્રીમતી અરૂણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા. ૧૮/૩ને રવિવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે તપસ્વીઅોના જાપ પ્રયાગરુસી, ફલેટ નંબર સી/ર, બીજા માળે રાખેલ છે. જાપ બાદ ૧૧.૩૦ કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે. દરેક તપસ્વીઅોઅે પોતાના અોળખપત્ર સાથે રાખવો જરૂરી છે. વધુ વિગત માટે કન્વીનર જયશ્રીબેન શાહ મો. ૯૯૭૯ર ૩ર૩પ૭નો સંપકૅ કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવ્યું છે. જૈન શાળા ઘાટકોપર(મુંબઈ)માં હિંગવાલા મોટા સંઘ ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં સંઘના પૂવૅ પ્રમુખ વિનોદરાય નરભેરામ મહેતા(ચિતલવાળા)ની ગુણાંજલી સભામાં પૂ. નયનાજી મ.સ., પૂ. રૂપલજી મ.સ. અાદિ, પૂ. માલતીજી મ.સ. અાદિ લીંબડીના પૂ. મૃગાવતીજી મ.સ., પૂ. અારતીજી મ.સ. અાદિની ઉપસ્થિતિમાં સદગત વિનુભાઈ મહેતાની સંઘ સેવાઅોને બિરદાવવામાં અાવી હતી. પૂ.રૂપલજી મ.સ.અે પૂ. હીરાબાઈ મ.સ.ના ચાતુમાૅસ સફળતાની સ્મૃતિઅો વાગોળી હતી. સંઘના ઉત્કષૅના સદાયે ધમૅદલાલી કરનાર અને અનેકને દાનધમૅની પ્રેરણા કરનાર વિનુભાઈ હિંગવાલા સંઘ માટે અાધાર સ્તંભ સમાન હતા. સવૅ બીપીન સંઘવી, મનસુખ પંચમીયા, સતીશ મીડીયા, હિંમત બાવીસી, બટુકભાઈ મહેતા વગેરેઅે સંસ્મરણો રજુ કરીને સદગતની સેવાઅોને બિરદાવી હતી. પૂ. ધીરગુરૂદેવે ભાવિના સેવાનિષ્ટ શ્રાવક, શ્રાવિકાને સંસ્કારમય બનાવવામાં જૈન શાળા અતિ ઉપયોગી છે. જૈનશાળા અનુમોદના ફંડની ઘોષણા કરાતા રૂા.ર.પ૧ના નામો લખાયા હતા. જેમાં વિનોદભાઈ નરભેરામ મહેતા પરિવાર, નિમૅળાબેન ચુનીલાલ શાહ, સતીશભાઈ પ્રાણજીવન મડીયા, જયેશભાઈ અને અજવાળીબેન નરભેરામ મહેતા પરીવાર(કલકતા), છગનલાલ શામજી વિરાણી પરિવારે લાભ લીધેલ. મંત્રી છાયા કોટીચાઅે અાભાર અને ટ્રસ્ટી કીતિૅ કોઠારીઅે ઋણ સ્વીકાર કરેલ.


Advertisement