સુરતમાં પરીખ પરીવારની બે સગી બહેનોઅે સંસાર ત્યાગી સંયમનો માગૅ ધારણ કયોૅ

13 March 2018 08:38 PM
Rajkot
  • સુરતમાં પરીખ પરીવારની બે સગી બહેનોઅે સંસાર ત્યાગી સંયમનો માગૅ ધારણ કયોૅ

Advertisement

રાજકોટ, તા. ૧૩ સુરતમાં પાલ સ્થિત પરીખ પરીવારની બે પુત્રીઅોઅે સંસારનો ત્યાગ કરીને સંયમનો માગૅ અપનાવ્યો હતો. રવિવારે સવારે નવ વાગે પાલમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને બાદમાં દિક્ષાવિધિ કરવામાં અાવી હતી. દીક્ષાનગરી તરીકે અોળખાતા સુરતમાં સમયાંતરે મોટી સંખ્યામાં દીક્ષાગ્રહણ કરવામાં અાવે છે. ત્યારે પાલમાં રહેતા અરૂણાબેન અશોકભાઈ પરીખની બે પુત્રીઅો પિન્સીકુમારી અને રીનીકુમારીઅે સંસારને છોડીને દીક્ષા ગ્રહણ કરવાનું નકકી કયુૅ હતું. પાલ સ્થિત સોમચિંતામણીમાં તેમના નિવાસસ્થાનેથી રવિવારે ભવ્ય વષીૅદાનનો વરઘોડો કાઢવામાં અાવ્યો હતો. જેમાં ચાંદીનો પ્રભુજીનો રથ, ઈન્દ્રધજા, હાથી, ઘોડા, સમોવસરણમાં ઉપકરણ, અષ્ટમંગલ બેન્ડવાજા, શરણાઈ, નાસીક ઢોલની ઝાકમઝોલ સાથે વરઘોડો નીકળ્યો હતો. ભવ્ય વરઘોડામાં પ્રસાદ સ્વરૂપે તમામ રાહદારીઅોને મોઢુ મીઠું કરાવવામાં અાવ્યું હતું. રવિવારે ભવ્ય વરઘોડો નીકળ્યા બાદ સોમવારે સવારે બંને મુમુક્ષુ અો પોતાનું ઘર છોડીને સંયમવાટીકા મંડપમાં રજવાડી શાહી ઠાઠથી છ ઘોડાની બગીમાં પ્રવેશ કયોૅ હતો અને ત્યારબાદ વિધિપૂવૅક દીક્ષા ગ્રહણ કરી હતી.'


Advertisement