પૂ. ઈન્દુબાઈ મ. તીથૅધામમાં પૂ.રંજનબાઈ મહાસતીજી તથા પૂ. પદ્માબાઈ મ.ની પ૧મી દીક્ષા જયંતિની ઉજવણી

13 March 2018 08:36 PM
Rajkot
  • પૂ. ઈન્દુબાઈ મ. તીથૅધામમાં પૂ.રંજનબાઈ મહાસતીજી તથા પૂ. પદ્માબાઈ મ.ની પ૧મી દીક્ષા જયંતિની ઉજવણી
  • પૂ. ઈન્દુબાઈ મ. તીથૅધામમાં પૂ.રંજનબાઈ મહાસતીજી તથા પૂ. પદ્માબાઈ મ.ની પ૧મી દીક્ષા જયંતિની ઉજવણી

સૌરાષ્ટ્રના સિંહણ, તીથૅસ્વરૂપા, વચનસિઘ્ધિકા

Advertisement

રાજકોટ, તા. ૧૩ ગોં.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. ઈન્દુબાઈ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર.પૂ. શ્રી રંજનબાઈ મહાસતીજી તથા બા.બ્ર.પૂ. શ્રી પદ્માબાઈ મહાસતીજીની અાજે પ૧મી દીક્ષાજયંતિ પ્રસંગે અન્નદાન, વસ્ત્રદાન, અભયદાન, અૌષધદાન અાપવામાં અાવેલ છે. અાજે અા પ્રસંગે સવારે સાધમિૅકોને જીવન જરૂરીયાતની કીટ તથા દરેકને ગરમાગરમ બ્રેકફાસ્ટ અાપેલ અા સાથે અાજે સોનલ સિનીયર સીટીઝનના વિશિષ્ટ જાપનું પણ અાયોજન રાખેલ હતું. અને સાથે સોનલ સહેલી મંડળના અલૌકિક જાપ રાખેલ હતા. તે બધાને સુપર અેરુ૧ નવકારશી તથા દરેકને રૂા. પ૧/રુનું બહુમાન કરવામાં અાવેલ હતું. પૂ. બંને મહાસતીજીના જીવનમાં સરલતા, નિખાલસતા, નિરાભિમાનીતા ખાસ છે. અા પ્રસંગે દિલાવર દાતાઅો શ્રેષ્ઠીવયોૅ ગુરૂણીભકતો, સોનલ સીનીયર સીટીઝન, સોનલ સદાવ્રતના સાધમિૅક ભાઈઅો, સોનલ સહેલી મંડળ, અા બધાઅે ખાસ ઉપસ્થિત રહી અભિનંદન વષાૅ વષાૅવેલ હતી. થોડા દિવસોમાં જૈન ધમૅની શાશ્ર્વતી અાયંબિલની અોળી અાવી રહી છે. તે માટે નાલંદા તીથૅધામમાં તડામાર તૈયારીઅો ચાલી રહી છે તથા ભવ્યાતિભવ્ય અાયંબિલની અોળી થશે. નાલંદા યુવક મંડળની સેવાની કામગીરી પ્રશંસનીય હોય છે. નાલંદા તીથૅધામમાં છેલ્લા ૧૭ વષૅથી સોનલ સદાવ્રત અવિરતપણે અખંડપણે ધમધમતું ચાલી રહયું છે. દર મહિને અન્નદાનરુઅૌષધદાન વિનામૂલ્યે અપાઈ રહયું છે. સમગ્ર રાજકોટમાં નાલંદા ઉપાશ્રય માનવ વસાહતમાં નંબર વન ગણાય છે. અાજની નવકારશી દાનરત્ના શારદાબેન મોદી તરફથી હતી. અાજની પ્રભાવના રૂા.પ૧/રુ દક્ષાબેન અશોકભાઈ દોશી તરફથી હતી. અા પ્રસંગે સોનલ સીનીયર સીટીઝન ગ્રુપે હાજર રહી પૂ. મહાસતીજીને શુભેચ્છા પાઠવી હતી. અા પ્રસંગે નિલેશભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ મહેતા, જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, અશોકભાઈ દોશી, પ્રદિપભાઈ માવાણી, સંપટભાઈ મારવાડી, વિજયભાઈ ગાઠાણી અાદિ બધાઅે હાજર રહી પૂ. મહાસતીજીને શુભેચ્છા પાઠવી હતી. અાયંબિલની અોળીની તડામાર તૈયારીઅો ચાલી રહી છે.


Advertisement