ભાજપ પ્રમુખ-સ્ટે.ચેરમેનના વોડૅમાંથી કચરો સાફ

13 March 2018 08:35 PM
Rajkot
  • ભાજપ પ્રમુખ-સ્ટે.ચેરમેનના વોડૅમાંથી કચરો સાફ

વોડૅ નં.૯માં વાહનો દોડાવતા વાગડીયારુરાડીયા : કાલે વોડૅ નં.૭નો વારો

Advertisement

રાજકોટ, તા. ૧૩ વન ડે વન વોડૅ સફાઈ અભિયાન ગઈકાલે વોડૅ નં.પ ખાતે સફાઈ કરવામાં અાવેલ જેમાં ડમ્પરનાં ૧૦ ફેરા, ૩ ફેરા વોકળાની સાફ સફાઈ માટે, ટેે્રકટરના ૧ર ફેરા કચરા માટે અને ર ફેરા વોકળાની સફાઈ માટે થયા હતા, અામ કુલ મળીને વોડૅનાં ર૬૧ વિસ્તારોમાં સફાઈ કરવામાં અાવી જેમાં, ૧૮ ખુલ્લા પ્લોટો તેમજ ર મોટા વોકળા અને ૬ ન્યુસન્સ પોઈન્ટ પણ અાવરી લેવાયા હતા. મોટા રાજમાગોૅ સ્વાઈપીંગ મશીન દ્વારા અને બાકીના અન્ય તમામ માગોૅની મેન્યુઅલી સાફરુસફાઈ કરી ૬ ન્યુસન્સ પોઈન્ટ પણ અાવરી લેવાયા હતા. મોટા રાજમાગોૅ સ્વાઈપીંગ મશીન દ્વારા અને બાકીના અન્ય તમામ માગોૅની મેન્યુઅલી સાફરુસફાઈ કરી ૬ ન્યુસન્સ પોઈન્ટ ઉપર ૧૩ર બેગ ચુના પાવડર અને રપ જેટલી મેલેથોનની બેગોનો પણ છંટકાવ કરાવવામાં અાવ્યો હતો. તદુપરાંત અાજરોજ 'વન ડે વન વોડૅ' સફાઈ અભિયાન દરમિયાન વોડૅ નં.૯ ખાતે સફાઈ ઝુંબેશ ચાલુ હોય જેમાં હાલ ડમ્પરનાં ૧ર ફેરા જઈ ચુકયા છે, ૩૮ ટીપરવાન તેમજ ૦૬ જેસીબી કામે લાગેલા છે. વોકળાની સફાઈ થઈ ચુકી છે. જેમાં ર જે.સી.બી.નો ઉપયોગ કરવામાં અાવેલ તેમજ ૧૦ સફાઈ કામદારોને વોકળા માટે કામે લગાડેલા અામ ટોટલ ૧૪૦ વિસ્તારો, ૧૬ ખુલ્લા પ્લોટો , પ ન્યુસન્સ પોઈન્ટ, ર મોટી માકેૅટો, પબ્લીક યુરીનલ અને ન્યુસન્સ પોઈન્ટ મેઈન રાજમાગોૅ અને સફાઈ થઈ ગયેલ ન્યુસન્સ પોઈન્ટ ઉપર સફાઈ કરી પ૦ બેગ ચુના પાવડર અને ૧૦ જેટલી મેલેથોનની બેગોનો પણ છંટકાવ કરાવવામાં અાવ્યો હતો. અા સ્વચ્છતા અભિયાન અને અારોગ્ય ઝુંબેશમાં અાજે શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, અારોગ્ય ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનીટેશન ચેરમેન અાશીષભાઈ વગડીયા, વિક્રમભાઈ પૂજારા, વોડૅ નં.૯ના પ્રમુખ જયસુખભાઈ કથરોટીયા, મહામંત્રી અાશિષભાઈ ભટ્ટ અને કમલેશભાઈ શમાૅ, પ્રવીણભાઈ મારૂ, દક્ષાબેન વસાણી, વિમલભાઈ થોરીયા, વિજયભાઈ અાહીર, જાગૃતિબેન ભાણવાડીયા, રક્ષાબેન વાયડા, દેવ્યાનિ માકડ, અનસોયા પટેલ, અારતી શાહ, જગદીશભાઈ પટેલ, મનીષ પટેલ, રાજૂ વાઢેર, હિરેન શાપરીયા, સંજય ભાલોડીયા વગેરે હજાર રહયા હતા. અાવતીકાલે અા જ પ્રકારની સ્વચ્છતા અભિયાન અને અારોગ્યની ઝુંબેશ વોડૅ નં.૭ ખાતે હાથ ધરવામાં અાવશે તેમ અાશિષ વાગડીયાઅે જણાવ્યું હતું.


Advertisement