શ્રી ઝુલેલાલ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

13 March 2018 08:26 PM
Rajkot
  • શ્રી ઝુલેલાલ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

ઝુલેલાર મંદિર, નવાનાકા રોડ ખાતે સવારે ઘ્વજારોહણ, રકતદાન કેમ્પ, કેક કટીગ સેરેમની, લંગરપ્રસાદ વગેરેના અાયોજનો

Advertisement

રાજકોટ તા. ૧૩ નવાનાકા રોડ સિંધી કાપડ બજાર અેસોસીઅેશન દ્રારા તા. ૧૮મીના રવિવારે ચૈત્ર સુદરુ૧ના શ્રી જુલેલાલ જન્મોત્સવ (ચેરીચંડ) ભવ્ય રીતે ઉજવવામાં અાવશે. અા અંગે વિગતો અાપવા ‘સાંજ સમાચાર’ કાયાૅલય પર સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પારવાણી, અમરલાલ પારવાણી, જવાહરભાઈ માટા, મુલચંદભાઈ મગનાણી, પ્રકાશભાઈ જૈસણી, નિરંજન જાગનાણી, પરેશ કારીયા, વિનોદ દુરગીયા, જીતેન્દ્ર જેસાણી, કુમાર દેવનાણી, હિંમત ઉદાણી વગેરે અાવેલા હતા. અાગામી તા. ૧૮મીના રવિવારે નવાનાકા રોડ સિંધી કાપડ બજાર અેસો.ના ઉપક્રમે નવાનાકા રોડ પર અાવેલ જુલેલાલ મંદિર ખાતે શ્રી જુલેલાલ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. અા અંગેની તૈયારીઅો ચાલી રહી છે. સવારે ૮રુ૩૦ કલાકે ઘ્વજા રોહણ, (અમીત ધનકાણી અેન્ડ ગુ્રપ) સવારે ૧૦રુ૩૦ કલાકે પૂજય ભહેરાણા સાહેબ તથા રકતદાન કેમ્પ યોજાશે. બપોરે ૧ર વાગે કેકકટીગ સેરેમની ઉજવાશે. બપોરે ૧ વાગે લંગર પ્રસાદનંુ અાયોજન કરવામાં અાવેલ છે. બપોરે ચાર વાગે શોભાયાત્રાનું સંસ્થા દ્રારા સ્વાગત કરાશે.


Advertisement