બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિર તથા લોધીકા જીઅાઈડીસી ઈન્ડ. અેસો. દ્રારા લીડસૅ કોન્ફરન્સ યોજાઈ

13 March 2018 08:24 PM
Rajkot
  • બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિર તથા લોધીકા  જીઅાઈડીસી ઈન્ડ. અેસો. દ્રારા લીડસૅ કોન્ફરન્સ યોજાઈ
  • બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિર તથા લોધીકા  જીઅાઈડીસી ઈન્ડ. અેસો. દ્રારા લીડસૅ કોન્ફરન્સ યોજાઈ

૭૦૦ ઉધોગપતિઅોને ‘પાથ અોફ પ્રોગે્રસ’ વિષય પર પૂ. અપૂવૅમુનિ સ્વામીનું પે્રરક જ્ઞાનસિંચન

Advertisement

રાજકોટ તા. ૧૩ વિશ્ર્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂવૅક ઉજવાશે. જે અંતગૅત સમગ્ર વષૅ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક અને અાઘ્યાત્મિક કાયૅક્રમો યોજાનાર છે. જે અંતગૅત ગઈકાલે રાજકોટ બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિર તથા લોધિકા જીઅાઈડીસી ઈન્ડસ્ટ્રીયલ અેસોસિઅેશન દ્રારા ડેકોરા ભવન, મેટોડા ખાતે રાજકોટ લીડસૅ સેમીનારનંુ અાયોજન કરવામાં અાવ્યું હતું. ડેકોરા ભવન, મેટોડા ખાતે યોજાયેલ કોન્ફરન્સમં ઉપસ્થિત સૌ ઉધોગપતિઅો સમક્ષ કાયૅક્રમની શરૂઅાતમાં પે્રરણાત્મક વીડિઅો શો રજૂ કરવામાં અાવ્યો હતો. ભારતીય પરંપરા મુજબ યુવકો દ્રારા માંગલિક પ્રાથૅના કરવામાં અાવી હતી. ત્યારબાદ કાયૅક્રમનાં મંચ પર ઉપસ્થિત રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતિથૅ સ્વામી, સંત નિદેૅશક પૂ. અપૂવૅમુનિ સ્વામી તથા લોધિકા જીઅાઈડીસી ઈન્ડસ્ટ્રીયલ અેસોસિઅેશનના પ્રમુખ બિપીનભાઈ હદવાણી અને સેક્રેટરી રમેશભાઈ વોરાઅે દીપ પ્રાગટય કરી કોન્ફરન્સની શુભ શરૂઅાત કરાવી હતી. પ્રગતિશીલ રાજકોટના અા ઉધોગપતિઅોને રાજકોટ મંદિરના સંત નિદેૅશક પૂજય અપૂવૅમુનિ સ્વામીઅે ‘પાથ અોફ પ્રોગે્રસ’ વિષય પર પે્રરક ઉદબોધનનો લાભ અાપ્યો હતો. જેમાં સૌ ઉધોગપતિઅોને ફીઝીકલ પ્રોગે્રસ, ઈકોનોમીકલ પ્રોગે્રસ, સોશિયલ પ્રોગે્રસ, મેન્ટલ પ્રોગે્રસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગે્રસ અા પાંચ મુદા પર વિવિધ પે્રઝન્ટેશન વિડીઅો દ્રારા ખૂબ સંંુદર રીતે પે્રરક ઉદબોધનનો લાભ અાપ્યો હતો. જેમાં તેઅોઅે જણાવ્યું કે, કદાચ કંપનીને સફળતાના શિખરો ર પહોંચાડી શકીઅે પરંતુ પરિવારની અંદર સફળતા પ્રાપ્ત કરવી અે માëટ અેવરેસ્ટના શિખર સુધી પહોચવા કરતા પણ વધુ કઠીન છે. અને અેટલે જ અાજના અાધુનિક માનવીને શારીરિક, અાથિૅક, સામાજિક અને માનસિક પ્રોગે્રસની સાથે સાથે જરૂર છે અાઘ્યાત્મિક પ્રોગ્રેસની. વૈજ્ઞાનિકો પણ હવે ઈન્ટેલિજન્ટ કવોશન્ટ, ઈમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે. પ્રમુખસ્વામી મહારાજની અાઘ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઈ વિશ્ર્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂવૅ રાષ્ટ્રપતિશ્રી ડો. અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું છે, જેમાં તેઅો પ્રમુખસ્વામી મહારાજને અેમના ‘અલ્ટીમેટ ટીચર’ ગણાવી જણાવે છે કે, ‘પ્રમુખસ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે.’ જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગે્રસનો છે. જીવનમાં બધા જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જાે સ્પીરીચ્યુઅલ પ્રોગે્રસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. અે વાત પ્રમુખસ્વામી મહારાજે અાપણને સૌ કોઈને શીખવી છે. અા કોન્ફરન્સમાં લોધિકા જીઅાઈડીસી ઈન્ડસ્ટ્રીઅલ અેસોસીઅેશન અંતગૅત અાવતી ૭૦૦ જેટલી ઈન્ડસ્ટ્રીઝના માલિકો, પાટૅનસૅ, ડિરેકટસૅ મેનેજસૅ અા કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યાં હતાં.


Advertisement