ગુજરાત શિક્ષણ પાછળ ખર્ચ ઘટયો: છેક 16માં સ્થાને

13 March 2018 08:12 PM
Gujarat

ક્ધયા કેળવણીમાં પીછેહઠ બાદ વધુ એક ધકકો ; 2015-16માં ચોથા ક્રમે હતું તે હવે 16માં ક્રમે રાજયમાં શિક્ષણ પાછળનો મૂડીખર્ચ ઘટયો

Advertisement

ગાંધીનગર તા.13
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરવામાં આવતાં મૂડી ખર્ચ મુદે ચોંકાવનારા આંકડા વિધાનસભાના પાંચેય સાહિત્યમાં ખુલ્યા છે. વર્ષ 2015-16માં ગુજરાતમાં શિક્ષણ પાછળ ખર્ચ કરવાની ટકાવારી 15.5% હતી. જે દેશના 18 રાજયોની સરખામણીએ 4થા ક્રમે હતું. પરંતુ 2016-17માં આ ખર્ચની ટકાવારીમાં ઘટાડો થતા 14.4 ટકા સાથે 16માં ક્રમે ધકેલાયું છે. અત્યંત ગણાતું પછાત રાજય છતીસગઢ 2015-16માં 19 ટકા અને2016-17માં 19.7 ટકા ખર્ચ કરીને અવ્વલ નંબરે રહ્યું છે.
મળતા અહેવાલો મુજબ છતીસગઢ રાજય વર્ષ 2015-16 અને 2016-17માં રાજયના કુલ ખર્ચ પૈકી શિક્ષણની સેવાઓ માટે સૌથી વધારે ટકાવારીમાં 19 ટકા અને 19.7 ટકા ખર્ચ કરીને પ્રથમ ક્રમાંક પર છે. જયારે વર્ષ 2016-17માં બીજા ક્રમે મહારાષ્ટ્ર રાજયએ પણ 18.2 ટકા ખર્ચ કરેલ છે.જો કે જયાં સુધી ગુજરાત રાજયને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાત રાજયે વર્ષ 2015-16માં રાજયના કુલ ખર્ચ પૈકી શિક્ષણ માટે 15.6 ટકા ખર્ચ કરી દેશમાં 4થા ક્રમાંકે શિક્ષણ માટે વધારે ખર્ચ કરતું રાજય હતું. પરંતુ વર્ષ 2016-17માં અચાનક ગુજરાત શિક્ષણ ક્ષેત્રમાં રડારમાંથી ખસી ગયું. શિક્ષણની સેવાઓ માટે નાણાકીય ખર્ચ ઘટાડી દેવામાં આવ્યું જેના કારણે વર્ષ 2016-17માં છેક 16માં ક્રમાંકે આવી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે શિક્ષણ માટે મૂડી ખર્ચ કર્યા છે તેમાં વર્ષ 2016-17માં શિક્ષણ ક્ષેત્રે 658.64 કરોડની રકમનું મૂડી ખર્ચ કરવામાં આવ્યું હતું. જયારે વર્ષ 2017-18માં મૂડી ખર્ચ પેટે 712.84 કરોડનું અર્થ સૂચવવામાં આવેલ છે અને આગામી વર્ષમાં 21798.43 કરોડનું ખર્ચ કરવામાં આવશે.


Advertisement