અવકાશમાં એન્જીન બગડી જવાની 18 મહિનામાં 69 ઘટનાઓ: 11 વિમાનો ગ્રાઉન્ડ કરવાના આદેશથી 80 ફલાઈટસ રદ

13 March 2018 08:06 PM
India
  • અવકાશમાં એન્જીન બગડી જવાની 18 મહિનામાં 69 ઘટનાઓ: 11 વિમાનો ગ્રાઉન્ડ કરવાના આદેશથી 80 ફલાઈટસ રદ

પ્રેટ એન્ડ વ્હીટના એન્જીનો ક્ષતિયુક્ત જણાયા: આવું પગલું વહેલું લેવાવું જોઈતું હતું: નિષ્ણાંતો

Advertisement

મુંબઈ તા.13
બે સપ્તાહમાં અવકાશમાં વિમાનના એન્જીનમાં આંચકો થવાના ત્રીજા બનાવ પછી નાગરિક ઉડ્ડયન રેગ્યુલેટરે 11 એરબસ- નીયો પ્લેન નહી ઉડાવા આદેશ આપ્યો છે. આ કારણે ઈન્ડીગો અને ગોએટની દરોજની 7580 ફલાઈટસને અસર થશે.
અખબારી અહેવાલો મુજબ સપ્ટેમ્બર 2017 સુધીમાં 18 મહિનામાં ઈન્ડીગોના એન્જીન ફેલ્યોરના 69 બનાવો બન્યા હતા. સોમવારે ઈન્ડીગોનું એ 320 નીઓ વિમાનનું એન્જીન અમદાવાદથી લખનઉ જતા આકાશમાં બગડી ગયું હતું. એ ફલાઈટમાં 184 મુસાફરો અને ક્રુ સવાર હતા. પાઈલટે એ વિમાનને સલામતીથી અમદાવાદ પાછુ ઉતાર્યું હતું.
રેગ્યુલેટરે ડીજીસીએના આદેશ બાદ બજેટ કેરિયર ઈન્ડીગોએ આજે તેની 47 ફલાઈટ રદ કરી હતી. તેનતા આઠ 320 નીયો પ્લેન અને ગો્રરના ત્રણ વિમાનોના એન્જીનમાં ક્ષતિ જણાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઈન્ડીગો 40% ડોમેસ્ટીક મુસાફરોનો હિસ્સો ધરાવે છે. જયારે ગોએર 10% માર્કેટ શેર ધરાવે છે.
નવાઈની વાત એ છે કે ટેકનોલોજીના વિકાસથી ઉડતા વિમાનમાં એન્જીન ખોટકાય પડે તેવી ઘટના ભાગ્યે જ બને છે. વિશ્ર્વમાં વર્ષે આવી પચીસેક ઘટનાઓ બને છે. એ 320 જેવા બે એન્જીનવાળા વિમાન એક કાર્યરત એન્જીન સામે સલામતપૂર્ણ ઉતરી શકે છે, પણ પ્રેટ એન્ડ વ્હીટની 2100 એન્જીન ધરાવતા એ 320 દર મહીને એકાદ વાર ખોટકાય જાય છે. આ બનાવટના એન્જીન જાન્યુઆરી 2016થી વિશ્ર્વભરમાં ઉપયોગમાં લેવાય છે.
એરસેફટી એકસપર્ટ કેપ્ટન મોહન રંગનાથનના જણાવ્યા મુજબ ડીજીસીએએ આવા એરક્રાફટ ગ્રાઉન્ડ કરવા આટલો લાંબો સમય લેવો જોઈતો નહોતો.
ગત મહીને મુંબઈ હાઈકોર્ટમાં આ મુદે જાહેર હિતની અરજી થઈ હતી. ગત શુક્રવારે અદાલતે ડીજીસીએનો જવાબ માંગ્યો હતો.
યુરોપીયન એવિએશન સેફટી એજન્સીના આદેશ પછી ઈન્ડીગોએ ત્રણ એ 320 નીયો નહીં ઉડાવવા નિર્ણય કર્યો હતો. આ કારણે 190 બેન્કોવાળા ગ્રાઉન્ડ કરાયેલા વિમાનોની સંખ્યા 14 થઈ છે.


Advertisement