મુંબઈમાં રહેતા વિદેશી નાગરીકે એસબીઆઈના પ્રી-પેઈડ કાર્ડથી 9.1 કરોડનો ફ્રોડ કર્યો

13 March 2018 08:04 PM
India

બ્રિટીશ ઈ-કોમર્સની વેબસાઈટ પરથી

Advertisement

નવી દિલ્હી તા.13
મુંબઈમાં રહેતા વિદેશી નાગરીકે બ્રિટીશ ઈ-કોમર્સની વેબસાઈટ પરથી એસબીઆઈના વિદેશ પ્રવાસ કાર્ડની 13000ની મર્યાદા ભંગ કરીને 9.1 કરોડ છેતરપીંડીથી વટાવી નાખતા આજે સીબીઆઈમાં તેની વિરુદ્ધ આજે એફઆઈઆર નોંધવામાં આવી હતી.એસબીઆઈએ સીબીઆઈ સમક્ષ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક વિદેશી નાગરિકોની મુંબઈની સી વુડ બ્રાન્ચ દ્વારા વિદેશ પ્રવાસના કાર્ડ કઢાવ્યા હતા. જે પ્રિપેઈડ એપ્લીકેશન યાલામાંચીલી સોફટવેર એકસપોર્ટ લિ. દ્વારા ડેટાબેઝ સીસ્ટમ મારફત કઢાવ્યા હતા અને તેની ફાળવણી એમફાસીસ દ્વારા કરવામાં આવી હતી. ગત વર્ષે 28 ફેબ્રુઆરી 2017ના રોજ યાલામાંચીલી સોફટવેર એકસપોર્ટના ચીફ ઓપરેટીંગ ઓફીસરે એક ફરિયાદ કરી બેંકને કેટલીક માહિતી આપી હતી. જેમાં એ જાણવા મળ્યું હતું કે પ્રિપેઈડ કાર્ડ સીસ્ટમ વડે છેતરપીંડીના આશયથી ત્રણ વિદેશ પ્રવાસના કાર્ડની એક જ વ્યક્તિને ફાળવણી કરી દેવામાં આવી હતી. વિદેશી ઈ-કોમર્સ વેબસાઈટમાં ચાર વેપારીઓને 314 લોકોના ખાતાનો ઉપયોગ કરીને 9.1 કરોડની ઉઠાંતરી કરી હતી.8 નવેમ્બર 2016થી 16 ફેબ્રુઆરી 2017ના ત્રણ મહિનાના સમયગાળા દરમ્યાન ખોટા વ્યવહારો થયા હતા.


Advertisement