હોટલમાંથી રૂપલલનાઓ સાથે રંગીન મીજાજી માથા પકડાયા

13 March 2018 06:08 PM
kutch
Advertisement

ગાંધીધામ તા.11
પૂર્વ કચ્છનું વડુમથક ગણાતા અંજાર શહેરમાં પોલીસે રંગરેલીયા મનાવતા કેટલાક શખ્સોને પકડી પાડતા ચકચાર પ્રસરી હતી.
દિવસભર ટોક ઓફ ધિ ટાઉન બનેલા ચકચારી કિસ્સા અંગે મળતી વિગતો અનુસાર અંજારની જેસલ-તોરલ સમાધી નજીક આવેલી એક ખાનગી હોટલમાંથી ગઇકાલે યુવતીઓ સાથે ચેનચાળા કરતા કેટલાક શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સો અને મહિલાઓને પોલીસ મથકે લઇ જતી વેળા લોકોના ટોળા એકત્રીત થયા હતા. આ જગ્યાએ છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાનો સ્થાનિકોમાં ગણગણાટ થતો હતો.
આ મામલે અંજાર પોલીસ મથકના પીઆઇ ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે સાત શખ્સો સામે કાયદાકીય કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સ્થળ પરથી મળી આવેલી મહિલાઓને છોડી મુકવામાં આવી હોવાનું પોલીસે ઉમેર્યુ હતું. ખાનગી હોટલમાં આ પ્રકારની કાર્યવાહી બાદ કયા કાયદાની કલમો તળે ગુનો નોંધવો એ મુદે પોલીસ મુશ્કેલીમાં મુકાઇ હતી. પરંતુ ગુનેગારો સામે સામાન્ય કાર્યવાહી કરી પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. જેથી કેટલાક જાગૃતોએ પોલીસની કાર્યનિષ્ઠા ઉપર સવાલો ઉઠાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કારી ગણાતા અંજાર શહેરમાં આવેલી અનેક હોટલમાં રંગીનમિજાજ વર્ગ માટે રૂપલલનાઓનો પ્રસાદ પીરસવામાં આવે છે. એટલું જ નહી આવી હોટલોમાં નોંધપોથીમાં નોંધ ન કરી અને સીસીટીવી કેમેરા બંધ રાખીને જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે.


Advertisement