રાજયની 345 કોલેજોમાં 3597 જગ્યાઓ ખાલી

13 March 2018 06:07 PM
Gujarat
Advertisement

અમદાવાદ તા.13
રાજયમાં શિક્ષણ ક્ષેત્રની ખરી વાસ્તવિકતામાં રાજયનું ખરું ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓના ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. તેમજ 154 કોલેજોમાંથી 72 સરકારી અને 82 ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રિન્સીપાલ જ નથી. આ માત્ર ઉચ્ચ હોદ્દાની સ્થિતિ નથી. 345 કોલેજોમાં 3,597 જગ્યા ભરવાની બાકી છે.
આ જવાબ રાજયના શિક્ષણ મંત્રીએ ગઈકાલે પ્રશ્ર્નોતરી અંતર્ગત આપ્યો હતો. ખાલી પડેલી જગ્યાઓમાં પ્રિન્સીપાલ, પ્રોફેસર તથા એડમિનીસ્ટે્રટીવ સ્ટાફ સહિતના હોદ્દાઓનો સમાવેશ થાય છે.
આ જગ્યાઓમાં સરકારી કોલેજોની 990 તથા ગ્રાન્ટેડ કોલેજોની 2,607 ખાલી પડેલી છે. અમદાવાદમાં 52 કોલેજોમાંથી 30 પાસે પ્રિન્સીપાલ નથી. તેમજ જિલ્લામાં અન્ય હોદ્દાઓની 454 હોદ્દાઓ માંથી 189 ખાલી પડેલી છે. તેમજ ગ્રાન્ટેડનો આંકડો પણ કંઈ સારો નથી. 982 હોદ્દાઓમાંથી 582 ખાલી પડેલ છે. તેનો અર્થ એ થાય છે કે સરકાર માત્ર 40 ટકા હોદ્દાઓ પર જિલ્લામાં નિમણુંક કરી શકી છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સરકારી અને ગ્રાન્ટેડમાં નિમણુંક ન આપીને સરકાર ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે.


Advertisement