વિધાનસભામાં નિતીન પટેલ- વિરજી ઠુંમર વચ્ચે ટપાટપી વાયરલ-ઓડીયો મુદા પણ ચમકયા

13 March 2018 06:03 PM
Gujarat

હું ફોન ઉપાડું છું તે મારો વાંક છે? નિતીનભાઈનો પ્રશ્ર્ન: ખેડુતોને પુરતા ભાવ મળતા નથી તે ચિંતા કરો: વિરજીભાઈ

Advertisement

ગાંધીનગર તા.13
ખેડુતોને 2022માં આવક બમણી કરવાની વાત ભાજપની સરકાર કરી રહી છે. જે અભિનંદનને પાત્ર છે. પરંતુ ખેડુત આજે જે કોઈ ઉત્પાદન કરે છે તેની મહેનતનું પરિણામ છે. બાબુભાઈ બોખીરીયા જયારે કૃષિમંત્રી હતા ત્યારે ખેડુતો સાથે ટેલીફોનીક વાતચીત દરમ્યાન મગફળીના વાવેતર મને પૂછીને કર્યુ છે? તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે પણ તારા બાપનો નોકર નથી તેવા શબ્દો બોલતાની સાથે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ ઉકળી ઉઠયા હતા અને આવા નનામા ફોન સાંભળનાર પોતે એક મંત્રી હોવાના સાથે નબળા લોકોને કોંગ્રેસ પ્રોત્સાહીત કરતી હોવાનો આક્રોશ વ્યક્ત કરતા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું, પરિણામે નિતીનભાઈએ આ મુદાને આગળ ધપાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આવા નબળા લોકોને મદદ કરે છે તે જાણીને મને ખૂબ દુ:ખ થાય છે. હું મારા દરેક ફોન ઉપાડુ છું. કારણ કે 100માંથી 60 ફોન એ મદદ માંગતા હોય છે. હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું પણ તમે નબળાને પ્રોત્સાહન આપી છે, તેવો આક્ષેપ કર્યો હતો.
દરમ્યાન કોંગ્રેસના વિરજી ઠુમ્મરે કરેલા આક્ષેપો બાદ ચર્ચાને આગળ વધારતા જણાવ્યું હતું કે સરકાર તત્પર છે તે તેમના ઉશ્કેરાટ પરથી જ દેખાય છે. પરિણામે પાયાનો માણસ મુશ્કેલીમાં ભોગ બને છે. જો કે હું પણ એક ખેડુત છું. ખેડુતોને આજે પણ પોષણક્ષમ ભાવ નથી મળતા. આ તબકકે ભૂતકાળની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે 2007માં બાજરીના ભાવ 400 મળતા હતા.
બીજી બાજુ પાક વીમાની ફરજીયાત નિતીને બંધ કરવાની લાગણી વ્યક્ત કરી હતી અને ગૃહમાં જણાવ્યું હતું કે ખેડુતોની ચિંતા સરકાર નહી કરે તો આ બધા જુમલા બની રહેશે તેવો આક્રોશ વિરજી ઠુમ્મરે કૃષિ વિભાગની ચર્ચામાં વ્યક્ત કર્યો હતો.
જો કે ચર્ચા દરમિયાન જ નિતીનભાઈનો ઉલ્લેખ પુન: થતાં જ અકળાયો. નિતીનભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે વિરજીભાઈ તમે ચર્ચા દરમિયાન નબળા લોકોની વાત શા માટે મુકો છો? તેમ કહેતા બન્ને પક્ષે હોબાળો શરૂ થતાં ગૃહમાં વાતાવરણ તંગ બન્યું હતું. દરમ્યાન અધ્યક્ષે વિરજી ઠુમ્મરને કડક ભાષામાં તાકીદ કરતાં ગૃહનું વાતાવરણ સામાન્ય બન્યું હતું.


Advertisement