ભાજપે રાઠવાના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો: રૂપાલાનું ફોર્મ માન્ય: માંડવીયાના ફોર્મની ચકાસણી શરૂ: નિતીન પટેલ-ધાનાણી સતત હાજર

13 March 2018 05:34 PM
Gujarat

રાજયભરની ચૂંટણીમાં કાનુની જંગ લડતા ભાજપ-કોંગ્રેસ

Advertisement

ગાંધીનગર તા.13
ગુજરાતમાં યોજાઈ રહેલી રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ગઈકાલે ભાજપ અને કોંગ્રેસે એક-એક ઉમેદવાર વધુ ઉભા રાખીને એકબીજાને મહાત કરવા પ્રયાસ કર્યો હતો ત્યારે આજે ફોર્મની ચકાસણી સમયે બંને પક્ષોએ એક બીજાના ઉમેદવારોના ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે શ્રી પુરુષોતમ રૂપાલાના ફોર્મ સામે એવો વાંધો ઉઠાવ્યો કે તેમના સરનામા અને હસ્તાક્ષરમાં કંઈક તફાવત જોવા મળે છે. જો કે ચૂંટણી અધિકારીએ ચકાસણી બાદ આ ફોર્મ માન્ય રાખ્યું છે. અત્યારે મનસુખ માંડવીયાના ફોર્મની ચકાસણી ચાલુ છે અને ભાજપે વળતા પગલામાં નારણ રાઠવાએ ગઈકાલે જે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ અને તેમાં જે નો ડયુ રજુ કર્યા તે કેવી રીતે મેળવ્યા અને નો ડયુની યોગ્યતા સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. આજે આ ફોર્મની ચકાસણી સમયે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સતત હાજર છે.


Advertisement