જામનગર: એરફોર્સના પ્રતિબંધીત વિસ્તારમાંથી સિકકાનો શખ્સ ઝડપાયો

13 March 2018 04:33 PM
Jamnagar
Advertisement

જામનગર તા.13
જામનગર શહેરની ભાગોળે આવેલ એરફોર્સના પ્રતિબંધીત વિસ્તારમાંથી સિકકામાં ભગવતી પરા વિસ્તારમાં રહેતા એક શખ્સને એરફોર્સ સિકયોરીટીએ પકડી પાડી પોલીસ હવાલે કર્યો છે. પોલીસે જીપીએકટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરમાં ભારતની સરક્ષણ ક્ષેત્રની ત્રણેય પાંખ આવેલી છે. આ ત્રણેય પાંખમાં સમયાંતરે પાસ-પરમીશન વગર અંદર ઘુસી જતાં શખ્સો મળી આવતા હોય છે. સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને ઘ્યાને લઇ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે શહેરના એરફોર્સ સ્ટેશનના મેઇન સિકયોરીટી ગેઇટ પાસે વગર પરમીશને અંદર ઘુસી ગયેલા કરશન ગણેશભાઇ અઘારા (રે. ભગવતીપરા, હનુમાનદાદા મંદિરની બાજુમાં, સિકકા) નામના શખ્સની એરફોર્સ સિકયોરીટી સ્ટાફે આંતરી લીધો હતો ત્યારબાદ તેને પોલીસ હવાલે કરાયો હતો. પોલીસે આ શખ્સ સામે જીપીએકટ 120 મુજબ ફરિયાદ નોંધી એએસઆઇ કે.કે. સેંગર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Advertisement