‘વિશ્ર્વ ચકલી દિવસ’ નિમિતે ‘ચકલી બચાવો મહાઅભિયાન’ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા વિનામુલ્યે ચકલીના માળાનું વિતરણ કરાશે

13 March 2018 04:21 PM
Jamnagar World
  • ‘વિશ્ર્વ ચકલી દિવસ’ નિમિતે ‘ચકલી બચાવો મહાઅભિયાન’ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા વિનામુલ્યે ચકલીના માળાનું વિતરણ કરાશે

5000 થી વધુ ચકલીના માળા અને પીવાના પાણી માટેના બાઉલનું વિતરણ ; ચકલી બચાવો મહાઅભિયાનમાં વિવિધ પર્યાવરણ-જીવદયા પ્રેમી સંસ્થાઓનો સહકાર

Advertisement

જામનગર તા.13
20 માર્ચને વિશ્ર્વ ચકલી દિવસ જાહેર કરવામાં આવેલ છે, વર્ષો પુર્વે ઘર આંગણે જોવા મળતી ચકલી આજે લુપ્ત થવાને આરે છે, ચકલીઓ લુપ્ત થવામાં સૌથી મોટો ફાળો મનુષ્યની રહેણી કહેણી છે. ફળીયું ગયુ અને ફલેટનાં નિર્માણ થયુ જુનવાણી બખોલ વાળા ઘર જુજ રહ્યા એટલે ચકલીને માળો કરવાની જગ્યા ન રહી તેમજ મોબાઇલ ટાવરના રેડીએશન પણ ચકલીની સંખ્યા દિવસે અને દિવસે ઓછી થવામાં મુખ્ય પરીબળ છે ત્યારે જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.5ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા વિશ્ર્વ ચકલી દિને શહેરમાં વિનામુલ્યે ચકલીના માળા વિતરણ કરવામાં આવનાર છે.
ગત ઉનાળાની ઋુતુમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરના ડી.કે.વી. સર્કલ, મેહુલનગર ટેલીફોન એક્ષચેન્જ, સંગમબાગ તેમજ રાજપાર્ક વિગેરે વિસ્તારોમાં પક્ષીને પીવા માટે પાાણીના બાઉલનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેનો સુંદર પ્રતિસાદ શહેરીજનો તરફથી મળ્યો હતો અને 1800થી વધુ સંખ્યામાં પાણીના બાઉલનું જીવદયા પ્રેમીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી 20 માર્ચના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરના ડી.કે.વી. સર્કલ, પંચેશ્ર્વર ટાવર, રણમલ તળાવ અને જોગર્સ પાર્ક વિગેરે વિસ્તારોમાં 5000 થી વધુ ચકલીના માળા અને પાણી માટેના બાઉલનું વિતરણ કરવામાં આવનાર છે, આ સેવાકીય કાર્યમાં જામનગર અને રાજકોટની પર્યાવરણ-જીવદયા પ્રેમી સંસ્થાઓનો પણ સહકાર પ્રાપ્ત થયો છે જેમાં નવરંગ નેચર કલબ રાજકોટ, નવાનગર નેચર કલબ, લાખોટા નેચર કલબ, સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ અને એનીમલ હેલ્પ લાઇન વિગેરે સંસ્થાઓનો પણ સહકાર મળેલો છે.
શહેરીજનો આગામી ઉનાળાના ધોમધખતા આકરા તાપમાં પક્ષીઓ માટે ઘર આંગણે પાણીના બાઉલ ભરી જીવદયાનું કાર્ય કરે અને ચકલીના માળાઓ ઘરમાં સુરક્ષીત જગ્યાએ લગાવી લુપ્ત થતી ચકલીની પ્રજાતિ બચાવવા આગળ આવે તેવી કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે અખબારી યાદી દ્વારા અપીલ કરી છે.
‘તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકરનું ધાળુ ...
મારે ફળીયે ચકલી બેસે એજ મારું રજવાળુ...’

Image result for sparrow bird gif


Advertisement