બે માસ પહેલા ગુમ થયેલા જોરાવરનગરનાં યુવાનની લાશ કેનાલમાંથી મળી

13 March 2018 03:48 PM
Surendaranagar

પરિવારને કોઈ અજુગતુ બન્યાની શંકા હતી

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ સુરેન્દ્રનગરના અમીત સોની નામના યુવાને બે માસ પહેલા અગમ્ય કારણોસર ગુમ થઈ ગયો હતો. જયારે યુવાનનું બાઈક કેનાલ પરથી મળી અાવ્યંુ હતું કેનાલનાં સાયફનમાંથી યુવાનની લાશ મળી અાવી હતી.સુરેન્દ્રનગરના અમીત સોની નામનો યુવાન બે માસ અગાઉ અગમ્ય કારણોસર ગુમ થઈ ગયો હતો. ત્યારે યુવાનની શોધખોળ કરવા છતાં કોઈ પતો લાગ્યો ન હતો પરંતુ તેનું બાઈક કેનાલ પરથી મળી અાવ્યુ હતું અાથી પરિવારજનોને કાંઈ અજુગતુ બન્યાની અાશંકા હતી. અાથી તે સમયે પાલિકાની ફાયરની ટીમે કેનાલમાં ખુબ જ શોધખોળ કરી હતી પરંતુ યુવાનનો પતો લાગ્યો ન હતો નમૅદા કેનાલના સાયફનમાં અેક યુવાનની લાશ હોવાની માહિતી મળતા ફાયરની ટીમે તાત્કાલીક પહોંચી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો. જેમાં મૃતક યુવાનનાં ખિસ્સામાંથી પાકીટ મળી અાવ્યું હતું અા પાકીટમાં અાધારકાડૅ લાયસન્સ સહિતના કાગળોના અાધારે યુવાનનું નામ અમીત સોની હોવાનું ખુલ્યુ હતું અાથી પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટ મોટૅમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement