સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાયૅક્રમો યોજાયા

13 March 2018 03:47 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ  પરિષદ દ્વારા વિવિધ કાયૅક્રમો યોજાયા

લેખકરુસામાજિક કાયૅકર મનોજ પંડયાનું સન્માન પણ કરાયું

Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૩ સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ અાયોજીત મહાત્મા ગાંધી સ્મારક સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલ, નૌષાદભાઈ સોલંકી, રૂત્વીકભાઈ મકવાણા, પરસોતમભાઈ, લાખાભાઈ ભરવાડ દદીૅઅોને પડતી મુશ્કેલીઅો, હોસ્પિટલમાં મહેકમ મુજબ ખાલી પડેલી જગા, સ્વચ્છતા, પયાૅવરણ અને વૃક્ષારોપણ કાયૅક્રમ તથા જિલ્લાના દદીૅઅોને ઉતમ પ્રકારની સારવાર ઉપલબ્ધ થાય તે માટે સિવિલ સજૅન માટે ચચાૅ વિચારણા કરી હતી. અા પ્રસંગે મહાનુભાવોના હસ્તે દવાખાનાની શુભેચ્છા મુલાકાત વોડૅ વાઈસ લેવાના અાવી હતી. દાખલ દદીૅઅોની ખબર અંતર પુછી બિસ્કીટનું વિતરણ કરવામાં અાવેલ હતું. ત્યારબાદ હોસ્પિટલ પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન અંતગૅત વઢવાણ ન.પા.ની ટીમ સ્વચ્છતા કરાવમાં અાવી હતી. અા પ્રસંગે સફાઈ કામદારોઅે વિક્રમ દવેને અભિનંદન પાઠવ્યા હતા કે સફાઈ કામદારોને કાયમી નોકરી પર લેવા બદલ તદઉપરાંત અૌષધીય વનસ્પતિનું વૃક્ષારોપણ વિક્રમ દવે, લાખાભાઈ ભરવાડ, મોંઘીબેન મકવાણા, બ્રહ્માકુમારી હષાૅદીદી અને સુબોધ જોષી દ્વારા કરવામાં અાવેલ હતું. અા પ્રસંગે લેખક અને સામાીજક કાયૅકર મનોજભાઈ પંડયાનું સન્માન કરવામાં અાવેલ. અા કાયૅક્રમને સફળ બનાવવા સુ.નગર જિલ્લા યુવા વિકાસ પરિષદના સુબોધ જોષી, દિલીપભાઈ, ગીરીરાજસિંહ ઝાલા, મહાદેવ દલવાડી, સતીષ ગમારા, બી.કે. પરમાર, પંકજ પુંજારા, દિનેશ ચૌહાણ, અશોક ચૌહાણ વિગેરેઅે જહેમત ઉઠાવી હતી.


Advertisement