લીંબડીમાં લગ્ન પ્રસંગે બાસુંદી ખાધા બાદ ર૦થી વધુને ઝાડા ઉલ્ટી

13 March 2018 03:46 PM
Surendaranagar
Advertisement

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૩ લીંબડીની સિઘ્ધનાથ સોસાયટીમાં અેક લગ્ન પ્રસંગમાં બાસુંદી અારોગતા ર૦થી વધારે લોકોને ફૂડ પોઈઝીંગની અસર જોવા મળી હતી. જેમાંથી ૯ લોકોને ઝાડા ઉલ્ટી અને પેટમાં દુ:ખાવાની ફરીયાદ ઉઠતા તાત્કાલીક સારવાર માટે લીંબડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા હતા. રાત્રે ૧૦ વાગ્યે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલ્ટીના ૯૮ દદીૅઅોના કેસ અોપીડીમાં નોંધાતા સરકારી હોસ્પિટલમાં હાજર મેડીકલ અોફિસર રાજપૂત અને સ્ટાફના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જયારે અન્ય દદીૅઅોઅે સારવાર માટે ખાનગી હોસ્પિટલોનો સહારો લીધો હતો. ફૂડ પોઈઝનીંગનો ભોગ બનનાર દદીૅઅોમાં જયશ્રીબેન હસમુખભાઈ જયોતિબેન હિતેષભાઈ જયોત્સનાબેન, ધનજીભાઈ, હષીૅદાબેન, રમણીકભાઈ, વષાૅબેન, કમલેશભાઈ, હેતલબેન બળદેવભાઈ ઉગરીબેન નરોતમભાઈ , ભુપતભાઈ જગમાલભાઈ મેરૂભાઈ હસમુખભાઈ હાલમાં સારવાર હેઠળ છે.


Advertisement