ધોરાજીના નાની વાવડીમાં જી.એસ.એફ.સી. અને આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ

13 March 2018 03:36 PM
Dhoraji
  • ધોરાજીના નાની વાવડીમાં જી.એસ.એફ.સી. અને આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂત શિબિર યોજાઈ

પ્રગતિશીલ ખેડૂતોનું અભિવાદન કરાયું

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)ધોરાજી તા.13
ધોરાજીના નાની વાવડી ગામે જી.એસ.એફ.સી. અને આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂત શિબિર યોજવામાં આવી હતી.
નાની વાવડી ગામે ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ખેતી કરવી? અને પાકનું ઉત્પાદન વધે, ખેતીનો પાક બેસ્ટ કવોલીટીનો ઉત્પાદન થાય અને પાણીનો ઓછો બગાડ થાય એ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ શિબિરમાં પીપળીયા કે.વી.કે. બાગાયત અધિકારી એ.આર.પરમાર, ધોરાજીના બાગાયત અધિકારી એન.જે.વસોયા અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એલ.સી.વેકરીયા, ખેતીવાડી અધિકારી સી.આર.કોયાણી, જી.એસ.એફ.સી.ના અધિકારીઓ તેમજ પ્રવિણભાઈ કલસરીયા અને આત્મા પ્રોજેકટના વિરેનભાઈ ત્રાડા સહિતના અધિકારીઓએ હાજર રહી ખેડૂતોને સ્પ્રીંકલ અને ટપક પધ્ધતિ વિશે તેમજ આધુનિક ખેતીથી ખેડૂતો વધુ સમૃધ્ધ બને એ અંગે માર્ગદર્શન આપેલ હતું.
આ તકે વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહેલ હતા. કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનુ સન્માન કરાયુ હતુ.


Advertisement