કેશોદમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ મિટિંગમાં પ્રમુખ પદે આશિષ મહેતાની નિમણૂંક

13 March 2018 03:34 PM
Junagadh
Advertisement

કેશોદ તા.13
કેશોદ ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડીમાં રવિવાર સાંજે સમસ્ત બ્રહ્મસમાજના નવા પ્રમુખ માટેની મિટીંગ મળી હતી. આ મીટીંગમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પદની ચૂંટણીમાં એકથી વધારે ઉમેદવારો રહેતા અંતે લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવી હતી.
ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોમાંથી ભરતભાઈ લખલાણીને 136 મત મળ્યા હતા. જયારે રાજુભાઈ પંડયાને 28 મત મળ્યા હતા. અને વિજેતા ઉમેદવાર આશિષ મહેતાને 140 મત મળતા ભારે કસોકસની ટકકર વચ્ચે માત્ર 4 મતે આશીષ મહેતા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા. સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોની સમજાવટ વચ્ચે પણ કોઈ નિર્ણય ન આવતા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ચૂંટણી ધારાસભાની ચૂંટણી જેવા માહોલ અને સમર્થકોના ટોળા વચ્ચે ચુંટણી કરવાની નોબત આવતા સમાજની ચૂંંટણીમાં આવું રાજકારણ જોનારાઓ મોઢામાં આંગળા નાખી ગયા હતા. અને વાતાવરણ તંગ ન બને તેની ચિંતા વચ્ચે શાંતિપૂર્ણ રીતે પ્રમુખની ચૂંટણી થઈ જતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
(તસ્વીર: પ્રકાશભાઈ દવે-કેશોદ)


Advertisement